વડોદરાઃ મહાઠગ હર્ષિલ લીંબાચિયાની પોલીસે કરી ધરપકડ, GEBમાં નોકરી અપાવવાનું કહી યુવકો સાથે કરી ઠગાઈ

|

Oct 27, 2020 | 5:31 PM

વડોદરાનો મહાગઠ હર્ષિલ લીંબાચિયા અને તેનો સાગરિત રાહુલ સિંહા માંજલપુર પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. હર્ષિલ લિંબાચિયા સામે ગાંધીનગરના યુવકો સાથે છેતરપિંડી અને મારામારી કર્યાનો ગુનો નોંધાયો છે. યુવકોનો આરોપ છે કે, હર્ષિલે તેમની પાસેથી 6 થી 8 લાખ લઈને GEBમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. જે બાદ લાંબા સમય સુધી નોકરી નહીં મળતા યુવકોએ […]

વડોદરાઃ મહાઠગ હર્ષિલ લીંબાચિયાની પોલીસે કરી ધરપકડ, GEBમાં નોકરી અપાવવાનું કહી યુવકો સાથે કરી ઠગાઈ

Follow us on

વડોદરાનો મહાગઠ હર્ષિલ લીંબાચિયા અને તેનો સાગરિત રાહુલ સિંહા માંજલપુર પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. હર્ષિલ લિંબાચિયા સામે ગાંધીનગરના યુવકો સાથે છેતરપિંડી અને મારામારી કર્યાનો ગુનો નોંધાયો છે. યુવકોનો આરોપ છે કે, હર્ષિલે તેમની પાસેથી 6 થી 8 લાખ લઈને GEBમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. જે બાદ લાંબા સમય સુધી નોકરી નહીં મળતા યુવકોએ સતત સંપર્ક કર્યો, ત્યારે તેમને વડોદરાની કપુરાઈ ચોકડી ખાતે બોલાવાયા. જ્યાં તેના સાગરિતો સાથે મળીને યુવકોને માર માર્યો. આ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે. હર્ષિલ લીંબચિયા વિરુદ્ધ ભૂતકાળમાં પણ વિવિધ કૌભાંડોમાં ગુના નોંધાઈ ચુક્યા છે. એમ. એસ. યુનિવર્સિટીની બોગસ માર્કશીટ બનાવવાના આરોપસર સયાજીગંજ પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે. તો અમુલ ડેરીના બોગસ કૉલ લેટર મામલે આણંદ ટાઉન પોલીસે ધરપકડ પણ કરી હતી. વરણામાંમાં થયેલા ફાયરિંગ પ્રકરણમાં પણ ગુનો નોંધાયેલો છે.

આ પણ વાંચો: 30 અને 31મી એ PM મોદી ગુજરાતના પ્રવાસે, જાણો વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તમામ વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article