Vadodara: પાદરાના અલગ અલગ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, પોલીસના નાઈટ પેટ્રોલિંગના ઉડ્યા ધજાગરા

|

Apr 04, 2021 | 6:27 PM

Vadodara: પાદરામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડતા જોવા મળીરહ્યા છે, પાદરામાં એક જ રાતમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. બે-ખૌફ તસ્કરોએ પાદરાના ભરચક વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો છે.

Vadodara: પાદરાના અલગ અલગ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, પોલીસના નાઈટ પેટ્રોલિંગના ઉડ્યા ધજાગરા

Follow us on

Vadodara: પાદરામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડતા જોવા મળીરહ્યા છે, પાદરામાં એક જ રાતમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. બે-ખૌફ તસ્કરોએ પાદરાના ભરચક વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો છે. મળતી વિગતો અનુસાર પાદરા (Padra)માં અગલ અલગ વિસ્તારોમાં તસ્કરોએ ચોરી કરી પલાયન થયા હતા. પાદરાના વુડા કોર્નર કોમ્લેક્ષમાં તસ્કરોએ ત્રણ દુકાનને ટાર્ગેટ બનાવી હતી.

 

જેમાં એક દુકાન મોબાઈલ એસેસરીઝમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો તો બીજી દુકાનમાં પણ તસ્કરો શટર તોડવામાં નિષ્ફળ ગયા હતા. જ્યારે આજ કોમ્લેક્ષમાં આવેલ ડાયમંડ ઈલેક્ટ્રોનિક શોરૂમના શટરના તાળા તોડીને દુકાનમાં પ્રવેશીને દુકાનમાં મૂકેલાં કી-પેડ વાડા 20 મોબાઈલ તથા કુલર સહિત મોબાઈલ એસેસરીઝ સહીત અલગ અલગ ચીજ વસ્તુઓની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા, જેની તમામ તસવીરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

 

શોરૂમ માલિક વ્રજેશ પટેલના જણાવ્યા અનુસાર નજીકમાં જ રાત્રિ દરમ્યાન પોલીસ પોઈન્ટ છે, છતાં અમારા શોરૂમમાં 30 મિનિટ સુધી તસ્કરો તરખાટ મચાવતા રહ્યા તો આજ વિસ્તારમાં જાહેર માર્ગપર સીસીટીવી કેમેરા હોવા છતાં તસ્કરો ચોરી કરવામાં સફળ રહેતા પાદરા પોલીસના નાઈટ પેટ્રોલિગ સામે અનેક સવાલો ઉભા થયા છે.

 

બીજી બાજુ પાદરાના તાજપુરા રોડ પર આવેલ જાહેર માર્ગ પરની જલારામ ખમણ દુકાનમાં પણ તસ્કરોએ બિન્દાસ ચોરીને અંજામ આપ્યો છે, જેમાં દુકાન મલિક સાગર ઠક્કરના જણાવ્યા અનુસાર 4,500 રૂપિયા રોકડ સહિત તેલ મસાલા મળી અંદાજે 9 હજાર રૂપિયાની ચોરી થયા હોવાનું જણાવ્યું હતું. જે તમામ તસવીરો પણ સીસીટીવી કેમેરા (CCTV Camera)માં કેદ થઈ છે, પોલીસ પર આક્ષેપ કરતા દુકાન માલિકે જણાવ્યું હતું કે અહીંયા પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું નાઈટ પેટ્રોલિગ કરવામાં આવતું નથી, જેના કારણે આવી ઘટનાઓ બને છે.

 

જો કે હાલ પાદરા પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે એક જ રાતમાં બિંદાસ બે ચોરીને અંજામ આપતા તસ્કરોએ પાદરા પોલીસની નાઈટ પેટ્રોલિગ કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

 

આ પણ વાંચો : દેશમાં 24 કલાકમાં કોરોનાના 93,000 થી વધુ કેસ નોંધાયા, 500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

Next Article