Crime: ATM માંથી કાઢી લેતો હતો પૈસા, છતાં એરર બતાવી મેળવતો રિફંડ, પોલીસે ધરકપકડ કરતા ખુલી પોલ

|

Dec 20, 2021 | 2:49 PM

દિલ્હી પોલીસના હાથે આવો જ એક દ્વેષી વ્યક્તિ આવ્યો છે, જે એટીએમમાંથી પૈસા ઉપાડતો હતો, પછી રિફંડ દ્વારા બેંકમાંથી પૈસા પણ લેતો હતો. તેણે ઘણી બેંકો સાથે છેતરપિંડી કરી છે.

Crime: ATM માંથી કાઢી લેતો હતો પૈસા, છતાં એરર બતાવી મેળવતો રિફંડ, પોલીસે ધરકપકડ કરતા ખુલી પોલ
Delhi Police arrested Azharuddin

Follow us on

શું તમે ક્યારેય ATMમાંથી પૈસા ઉપાડ્યા પછી બેંકમાં રિફંડ વિશે ફરિયાદ કરી છે? તદુપરાંત, શું તમને તમારા પૈસા પણ પાછા મળ્યા? હવે તમે જ કહેશો કે આવું કેવી રીતે બને, પરંતુ દિલ્હી પોલીસના હાથે આવી જ એક શાતિર વ્યક્તિ, જે એટીએમમાંથી પૈસા ઉપાડતો હતો, પછી રિફંડ (Refund) દ્વારા બેંક (Bank)માંથી પૈસા લેતો હતો. તેણે ઘણી બેંકો સાથે છેતરપિંડી (Fraud with the bank)કરી છે.

આ શખ્સનું નામ અઝારુદ્દીન છે અને તે હરિયાણાના મેવાતનો રહેવાસી છે. અઝારુદ્દીન એટીએમમાં છટકબારીનો લાભ લઈને બેંક સાથે છેતરપિંડી કરતો હતો. આરોપીએ અત્યાર સુધીમાં બેંકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે, પરંતુ હવે તેને પોલીસે દબોચી લીધો છે. પોલીસે તેની પાસેથી 17 એટીએમ કબજે કર્યા છે.

કઈ રીતે કરતો છેતરપિંડી

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આરોપી અઝારુદ્દીન પૈસા ઉપાડવા માટે એટીએમ મશીન (ATM machine) માં ડેબિટ કાર્ડ (Debit card) નાખતો હતો, મશીનમાંથી પૈસા નીકળતાની સાથે જ તે તેને 15 સેકન્ડ સુધી રોકી રાખતો હતો, એટલે કે તે ઉપાડતો નહોતો. મશીનમાં જેવી જ એરર દેખાતી તેવું જ તે ઝડપથી પૈસા કાઢી લેતો. ત્યાર બાદ બેંકમાં ફરિયાદ કરતો કે બેંકમાંથી પૈસા નથી નીકળ્યા.

ત્યાર બાદ બેંક તેને સમાન રકમ પરત કરતી હતી. જો કે અઝારુદ્દીને એકવાર પૈસા પરત પણ કરવા પડ્યા હતા. જ્યારે બેંકે આ બાબતની તપાસ કરી, ત્યારે તેને ‘કવર ખુલ્યુ નહીં’ (પૈસા લઈ આવનાર સ્લોટ)નો ઈશ્યું સામે આવ્યો, જેના પછી તેણે રકમ પરત કરવી પડી. હાલ તેની પાસેથી 17 ATM કાર્ડ મળ્યા છે.

અઝારુદ્દીને બેંક સાથે છેતરપિંડી કરવા માટે અનેક કાર્ડનો ઉપયોગ કર્યો છે. દરમિયાન, દિલ્હી પોલીસ (Delhi Police)ને નેશનલ બેંકની ચાંદની ચોક બ્રાન્ચમાં ટેકનિકલ એરરના નામે રિફંડ લેવામાં આવતું હતું પરંતુ હકીકતમાં ગ્રાહકે પૈસા એટીએમમાંથી લઈ લીધા હોય છે. પોલીસે આ કેસમાં મેવાતના રહેવાસી અઝારુદ્દીનની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Philippines Super Typhoon: ફિલિપાઈન્સમાં સૌથી શક્તિશાળી તોફાન ‘Rai’ના કારણે તબાહી, અત્યાર સુધીમાં 208 લોકોના મોત, સંચાર-વીજળી સેવાઓ ઠપ

આ પણ વાંચો: Success Story: શાકભાજીમાંથી શોધી અથાણું બનાવાની રીત, કરોડોના ટર્નઓવર સાથે હજારો મહિલાઓને આપી રોજગારી

Next Article