ઊંઝા APMCમાં એક બાદ એક કૌભાંડોનો પર્દાફાશ, સેસ વિભાગનાં 15 કરોડના મહાકૌભાંડ બાદ હવે તાડપત્રી ખરીદી અને સબસિડી ચૂકવણીમાં પણ કૌભાંડની બૂમ

|

Oct 22, 2020 | 6:01 PM

ઊંઝા APMCના સત્તાધીશોના એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે.. પહેલાં સેસ વિભાગમાં 15 કરોડનું મહાકૌભાંડ ખુલ્યા બાદ હવે તાડપત્રી ખરીદી અને સબસિડી ચૂકવણીમાં પણ કૌભાંડની વિગતો બહાર આવી છે. APMC તાડપત્રી ખરીદીને તેમાં સબસિડીની રાહત આપી ખેડૂતોને આપે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને મળે પરંતું ઊંઝા એપીએમસીના કૌભાંડ કરવા ટેવાયેલા સત્તાધીશોએ ખેડૂતોની રાહતરૂપી […]

ઊંઝા APMCમાં એક બાદ એક કૌભાંડોનો પર્દાફાશ, સેસ વિભાગનાં 15 કરોડના મહાકૌભાંડ બાદ હવે તાડપત્રી ખરીદી અને સબસિડી ચૂકવણીમાં પણ કૌભાંડની બૂમ

Follow us on

ઊંઝા APMCના સત્તાધીશોના એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે.. પહેલાં સેસ વિભાગમાં 15 કરોડનું મહાકૌભાંડ ખુલ્યા બાદ હવે તાડપત્રી ખરીદી અને સબસિડી ચૂકવણીમાં પણ કૌભાંડની વિગતો બહાર આવી છે.

APMC તાડપત્રી ખરીદીને તેમાં સબસિડીની રાહત આપી ખેડૂતોને આપે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને મળે પરંતું ઊંઝા એપીએમસીના કૌભાંડ કરવા ટેવાયેલા સત્તાધીશોએ ખેડૂતોની રાહતરૂપી તાડપત્રીમાં પણ કળા કરી દીધી અને માનીતી કંપની પાસેથી તાડપત્રી ખરીદવા માટે વર્તમાનપત્રમાં તાડપત્રી ખરીદી માટેની ટેન્ડરિંગની જાહેર ખબર આપ્યા વગર અને કોઈપણ ટેન્ડરિંગ કર્યા વગર જ સીધે સીધી નિધિ નામની કંપની પાસેથી તાડપત્રીઓ ખરીદી લીધી ત્યારબાદ જે તાડપત્રીઓ માત્ર ખેડૂતોને આપવાની હોય તે તાડપત્રીઓ વેપારીઓને પણ પધરાવી દીધી. સરકારના તમામ ધારાધોરણ અને કાયદાના નિયમોની ઐસી તૈસી કરતા હોય તેમ 10 હજાર 72 તાડપત્રીઓની 65 લાખ રૂપિયા જેટલી સબસિડી ચૂકવવા માટે કોઈપણ અધિકારી કે સરકારની વહીવટી મંજૂરી પણ ન લેવાઈ. જોકે તાડપત્રી કૌભાંડમાં પણ આ કૌભાંડીઓના પગ નીચે રેલો પહોંચી રહ્યો છે.. આવનારા સમયમાં કૌભાંડીઓને કાયદાનું ચાબૂક વાગે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article