ઉન્નાવ ગેંગરેપ કેસમાં પીડિત પરિવારને રૂપિયા 25 લાખની સહાય સાથે પીડિતાની બહેનને સરકારી નોકરી

|

Dec 08, 2019 | 8:34 AM

ઉન્નાવ ગેંગરેપ પીડિતાનો અંતિમ સંસ્કાર તેના ગામમાં જ કરવામાં આવ્યો છે. પીડિત પરિવારે માગણી કરી હતી કે, જ્યાં સુધી મુખ્યમંત્રી ન આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરાશે નહીં. જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પરિવાર સાથે વાતચીત કરી હતી. અને અંતિમ સંસ્કાર માટે મનાવવામાં આવ્યા હતા. સફદરજંગ હોસ્પિટલમાં શનિવારે પીડિતાનું નિધન થયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના […]

ઉન્નાવ ગેંગરેપ કેસમાં પીડિત પરિવારને રૂપિયા 25 લાખની સહાય સાથે પીડિતાની બહેનને સરકારી નોકરી

Follow us on

ઉન્નાવ ગેંગરેપ પીડિતાનો અંતિમ સંસ્કાર તેના ગામમાં જ કરવામાં આવ્યો છે. પીડિત પરિવારે માગણી કરી હતી કે, જ્યાં સુધી મુખ્યમંત્રી ન આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરાશે નહીં. જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પરિવાર સાથે વાતચીત કરી હતી. અને અંતિમ સંસ્કાર માટે મનાવવામાં આવ્યા હતા. સફદરજંગ હોસ્પિટલમાં શનિવારે પીડિતાનું નિધન થયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના ફંડમાંથી પીડિત પરિવારને રૂપિયા 25 લાખની સહાયનું એલાન કર્યું છે. સાથે સરકારે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાનો ભરોસો પણ આપ્યો છે. તો પીડિતાની બહેનને સરકારી નોકરીનો પણ વાયદો કરાયો છે.

આ પણ વાંચોઃ બગસરાના લુંઘીયા ગામે દીપડાના હુમલાની વધુ એક ઘટના, દિપડાના CCTV આવ્યા સામે

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસ કમિશનરે કહ્યું કે, પીડિત પરિવારને 25 લાખ રૂપિયા અપાયા છે. પીડિતાની બહેનને સરકારી નોકરી આપવામાં આવશે. આવાસ યોજના હેઠળ પરિવારને મકાન આપવામાં આવશે અને હાલમાં જે કાચુ મકાન છે તેને પાક્કુ કરવામાં આવશે. સાથે પોલીસ સુરક્ષા પણ આપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article