નશાની તલપે લીધો જીવ: દારુ ન મળતા પી લીધું સેનિટાઇઝર, બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા અને બે હજુ ગંભીર

|

May 03, 2021 | 3:50 PM

જિલ્લામાં કોરોના વાયરસના ચેપને કારણે રાજ્યમાં ચાલુ લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો બંધ હતી. આવી સ્થિતિમાં દારૂના અભાવને કારણે ચારેય લોકો નશો કરવા માટે સેનિટાઇઝર પી ગયા હતા.

નશાની તલપે લીધો જીવ: દારુ ન મળતા પી લીધું સેનિટાઇઝર, બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા અને બે હજુ ગંભીર
Merchant logo Dr. Bhim Rao Ambedkar Memorial Hospital

Follow us on

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સેનિટાઇઝર પીધા પછી બે લોકોનાં મોત નીપજ્યાં છે અને બે અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બંનેને જિલ્લાની ડોક્ટર ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આ કેસમાં રાજધાની રાયપુર જિલ્લાના શહેરના ગોલ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં રાજુ છૂરા અને તેના મિત્ર વિજય કુમાર ચૌહાણ, અનિલ છેડ્યા, ચંદન તિવારીને દારૂ ન મળવાને કારણે, પીવાના સેનિટાઇઝર પી લીધું હતું. અને આના કારણે રાજુ છૂરા અને વિજયકુમાર ચૌહાણની હાલત વધુ ખરાબ થઈ હતી અને હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું. જ્યાં બે સાથી અનિલે છેડ્યા અને ચંદન તિવારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સેનિટાઇઝર પીવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઇ છે

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના વાયરસના ચેપને કારણે રાજ્યમાં ચાલુ લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો બંધ હોવાનું જણાવાયું હતું. આવી સ્થિતિમાં દારૂના અભાવને કારણે ચારેય લોકો નશો કરવા માટે સેનિટાઇઝર પી ગયા હતા. જે બાદ તેમની હાલત વધુ વણસી જતા તેના પરિવારજનો તેમને હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં હતાં.

પોલીસે ગુનો નોંધ્યો હતો

પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં બીમાર બે લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. તે જ સમયે, બંને લોકોની સ્થિતિ સ્થિર છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે પોલીસે ગુનો નોંધ્યો છે અને હાલની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો

રાજ્યમાં કોરોના વાયરસના ચેપથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 12168 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આ પછી, છત્તીસગઢમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 120367 થઈ ગઈ છે. તે જ સમયે, રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 7,56,427 થઈ છે. અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત 9009 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, 6,27,051 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને ઘરે ગયા છે.

 

આ પણ વાંચો: અદાર પૂનાવાલાનો ચોંકાવનારો ખુલાસો: ભારતમાં 2-3 મહિના સુધી રહેશે વેક્સિનની અછત, જાણો શું છે કારણ

આ પણ વાંચો: નંદીગ્રામમાં મમતા બેનર્જી ભલે હારી ગયા, પરંતુ મુખ્યમંત્રી બનવામાં કોઈ સમસ્યા નથી, જાણો કાયદો શું કહે છે

Next Article