Ahmedabad: એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બે ઘટના, બંને ઘટનામાં છરી વડે થયો હુમલો

|

Jul 04, 2021 | 5:55 PM

Attack on police : અમદાવાદમાં એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બનેલી બે ઘટનાએ ચકચાર મચાવ્યો છે. એક ઘટનામાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જયારે બીજી ઘટનામાં ફરાર આરોપીને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad: એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બે ઘટના, બંને ઘટનામાં છરી વડે થયો હુમલો
યુનિવર્સિટી પોલીસ પર હુમલો કરનાર આરોપી મોહન દેસાઈ

Follow us on

Ahmedabad : શહેરમાં ગુનાહિત પ્રવૃતિ ધરાવતા ઈસમો બેફામ બન્યા હોય તેવી બે ઘટનાઓ સામે આવી છે. એક ઘટના યુનિવર્સિટી વિસ્તારમાં બની છે તો બીજી ઘટના જમાલપુરમાં ઘટી છે. પોલીસ પર હુમલો કરનારા બંને આરોપીઓને પોલીસે ગુનો નોધી જેલ હવાલે કર્યા છે.

યુનિવર્સિટી વિસ્તારમાં છરી વડે પોલીસ પર હુમલો
પોલીસ પર હુમલાની પહેલી ઘટનામાં મોહન દેસાઈ નામના શખ્સે એક જ દિવસમાં 7 વ્યક્તિઓને લૂંટવાના ઈરાદે તેઓ પર છરીથી હુમલો કર્યો હતો. વિજય ચાર રસ્તાથી દાદા સાહેબનાં પગલા વિસ્તારમાં આ ઈસમે ચાર જેટલા નાના-મોટા વેપારીઓ તેમજ સસ્પેપેન્ડેડ તલાટી પર છરીથી હુમલો કર્યો હતો.

આ મામલે ફરિયાદ થતાં જ યુનિવર્સિટી પોલીસ જ્યારે તેને પકડવા ગઈ ત્યારે આ આરોપીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન(University Police Station)માં ફરજ બજાવતા પ્રભાતસિંહ શાંતુભા નામના પોલીસકર્મી પર છરીથી હુમલો (Attack on police)કરતા પોલીસકર્મીને હાથ પર 3 ટાંકા આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ઘટનામાં પોલીસકર્મીએ પોતાનાં પર હુમલો થવા છતાં આરોપીને દબોચી લીધો હતો.આરોપીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લાવીને તપાસ કરતા સામે આવ્યુ હતુ કે તેણે યુનિવર્સિટી વિસ્તારમાં લૂંટ કરતા પહેલા નવરંગપુરા વિસ્તારમાં પણ એક વ્યક્તિને છરી બતાવી લૂંટ કરી હતી.જે બાબતની ફરિયાદ નવરંગપુરા (Navrangpura) પોલીસ મથકે નોંધાઈ છે.જેથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે લૂંટનો પ્રયાસ તેમજ પોલીસ પર હુમલાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

જમાલપુરમાં રીક્ષા ચાલકે પોલીસ પર કર્યો હુમલો
અમદાવાદ (Ahmedabad) શહેરમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના જમાલપુર (Jamalpur)માં ઘટી છે. ગત રાત્રે કર્ફ્યુ હોવા છતાં જમાલપુરમાં એક રીક્ષાચાલક નીકળ્યો હતો. પોલીસે પૂછપરછ કરવા આ રીક્ષા ચાલકને રોકતા રીક્ષા ચાલકે ગુસ્સામાંમાં આવી પોલીસ જવાન પર છરી વડે હુમલો (Attack on police) કર્યો હતો. આ ઘટના બાદ હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

એક જ દિવસમાં અમદાવાદમાં પોલીસ પર હુમલાની બનેલી બે ઘટનાએ ચકચાર મચાવ્યો છે.ત્યારે જમાલપુરમાં પોલીસને છરી મારીને ફરાર થનાર રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.જ્યારે યુનિવર્સિટી પોલીસે આરોપી મોહન દેસાઈની તપાસ કરતા અગાઉ પણ તે આ પ્રકારના ગુનામાં પકડાયેલો હોવાનુ ખુલ્યુ છે.તેની સામે 5 જેટલા ગુના નોંધાયા છે, ત્યારે હાલ તો પોલીસે આરોપીને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Published On - 5:46 pm, Sun, 4 July 21

Next Article