નહાયા પછી ટુવાલ આપવામાં થયો વિલંબ! પતિએ પત્નીને આ રીતે મોતને ઘાટ ઉતારી દીધી, જાણો સમગ્ર મામલો

|

Nov 08, 2021 | 8:28 PM

એક તરંગી પતિએ ટુવાલ ન આપવા બાબતે પત્ની પર પાવડા વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી.

નહાયા પછી ટુવાલ આપવામાં થયો વિલંબ! પતિએ પત્નીને આ રીતે મોતને ઘાટ ઉતારી દીધી, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક તરંગી પતિએ ટુવાલ ન આપવા બાબતે પત્ની પર પાવડા વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અહીં 50 વર્ષીય પતિએ તેની પત્નીની હત્યા એટલા માટે કરી કે કારણ કે, પત્નીએ તેને સ્નાન કર્યા પછી તરત જ ટુવાલ ન આપ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શનિવારે પતિ દ્વારા પત્નીની હત્યા અંગેની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પતિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વાસ્તવમાં આ ઘટના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાપુર ગામની છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે 6 વાગે રાજકુમાર બાહે (50)એ સ્નાન કર્યા બાદ તેની પત્ની પુષ્પા બાઈ (45) પાસેથી ટુવાલ માંગ્યો હતો. ત્યારે પુષ્પાબાઈ વાસણ ધોતી હતી. તે દરમિયાન તેણે તેના પતિને થોડીવાર રાહ જોવા કહ્યું, આ બાબતે ગુસ્સામાં આવીને રાજકુમારે ઘરમાં રાખેલા પાવડા વડે પુષ્પાબાઈ પર હુમલો કર્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર માથામાં ગંભીર ઈજાના કારણે પુષ્પાબાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આટલું જ નહીં, જ્યારે આરોપીને તેની 23 વર્ષની પુત્રીએ આવું કરતા અટકાવ્યો તો તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. તે જ સમયે, ઘટના પછી, આરોપી પિતાએ તેની પુત્રી નેહા (23)ને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે રવિવારે પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી વન વિભાગમાં રોજના વેતન પર કામ કરે છે. પત્નીની હત્યાના આરોપમાં તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તે જ સમયે આરોપી પતિ વિરુદ્ધ IPCની કલમ 302, 201, 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

 

 આ પણ વાંચો: FSSAI Recruitment 2021: FSSAIમાં જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: NFL Recruitment 2021: નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે NFLમાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article