Toolkit: એક્ટીવિસ્ટ દિશા રવિના સમર્થનમાં એક્ટીવ થયા વિરોધ પક્ષ, જાણો કોણે શું આપી પ્રતિક્રિયા

|

Feb 15, 2021 | 12:34 PM

વિવાદિત 'ટૂલકિટ' કેસમાં દિશા રવિની ધરપકડને લઈને કોંગ્રેસે કેન્દ્ર પર હુમલો કર્યો છે. તેમજ લેફ્ટ પાર્ટી અને કિસાન નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે.

Toolkit: એક્ટીવિસ્ટ દિશા રવિના સમર્થનમાં એક્ટીવ થયા વિરોધ પક્ષ, જાણો કોણે શું આપી પ્રતિક્રિયા
વિરોધ પક્ષની પ્રતિક્રિયા

Follow us on

Toolkit: કલાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ બાદ કેન્દ્ર સરકાર પર વિરોધી પક્ષોના પ્રહાર શરુ થઇ ગયા છે. વિવાદિત ‘ટૂલકિટ’ કેસમાં દિશા રવિની ધરપકડને લઈને કોંગ્રેસે કેન્દ્ર પર હુમલો કર્યો છે. તેમજ લેફ્ટ પાર્ટી અને કિસાન નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. ચાલો તમને જણાવીએ કોણે દિશાના સમર્થનમાં શું પ્રતિક્રિયા આપી છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આ કેસમાં સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે દિશા રવિની ધરપકડ અંગે શાયરાત્મ્ક અંદાજમાં કોમેન્ટ કરી.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું કે, “ડરે છે બંદૂક વાળા એક નિશસ્ત્ર યુવતીથી, ફેલાય છે હિમ્મતનો ઉજાસ એક નિશસ્ત્ર યુવતીથી.”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ધરપકડ પર સરકારને સવાલ કરો – મીના હેરિસે

વકીલ મીના હેરિસે એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મીનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ભારતીય અધિકારીઓએ અન્ય મહિલા કાર્યકર દિશા રવિની ધરપકડ કરી છે. કેમ કે તેણે ખેડૂતોના વિરોધને ટેકો આપવા માટે સોશિયલ મીડિયા ટૂલકિટ પોસ્ટ કરી હતી. સરકારે પૂછવું જોઈએ કે તેઓ એક્ટિવિસ્ટોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

લોકશાહી પર હુમલો – અરવિંદ કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, ’21 વર્ષની દિશા રવિની ધરપકડ લોકશાહી પર મોટો હુમલો છે. આપણા ખેડૂતોને ટેકો આપવો એ કોઈ ગુનો નથી.

ભારત વિચિત્ર ચીજો માટેનું મંચ બની ગયુંછે – ચિદમ્બરમ
ચિદમ્બરમે કહ્યું કે ભારત વિચિત્ર ચીજોનું મંચ બની રહ્યું છે. તે ખૂબ જ દુખદ છે કે દિલ્હી પોલીસ સરમુખત્યારોના હાથની કઠપૂતળી બની ગઈ છે.

આ બકવાસ હરકત છે – જયરામ રમેશ
દિશાની ધરપકડ અંગે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘આ બકવાસ કાર્યવાહી છે. ઉત્પીડન અને ધમકાવવાનું કામ છે.’

વિશ્વમાં છબી ખરાબ થવાની કોઈ પરવા નથી? – શશી થરૂર

કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું હતું કે, “ભારતના ખેડૂત આંદોલનને દબાવવા માટે જે રીતે રાજનૈતિક વિરોધ અને વૈચારિક સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવી રહ્યો છે, તેમાં દિશા રવિની ધરપકડ એક નવું આયામ છે. શું ભારત સરકારને વિશ્વમાં તેની છબી દૂષિત થવાની કોઈ પરવા નથી?

ધરપકડથી દેશના યુવાનો જાગૃત થશે – સીતારામ યેચુરી

ડાબેરી નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે મોદી રાજને લાગે છે કે, ખેડૂતોની પૌત્રીની ધરપકડ કરવાથી ખેડૂતનું મનોબળ નબળું પડી જશે. પરંતુ આ ધરપકડથી દેશના યુવાનો જાગૃત થશે અને લોકશાહીને મજબૂત બનાવશે.

દેશની એકતાને તોડનારની ધરપકડ ક્યારે થશે – અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું, ‘સવાલ એ છે કે તે લોકોની ધરપકડ ક્યારે કરવામાં આવશે, જેઓ તેમના શબ્દોની ટૂલકીટથી સવાર-સાંજ દેશ અને સમાજની એકતાને તોડી રહ્યા છે. જેઓ નફરત અને ભાગલાને પ્રોત્સાહન આપી રહ્યા છે. ‘

દિશાને બિનશરતી મુક્ત કરવામાં આવે – દર્શનપાલ સિંહ

ખેડૂત નેતા દર્શનપાલ સિંહે કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચા યુવા કાર્યકરોની ધરપકડનો વિરોધ કરે છે. જેમણે ખેડૂતોને ટેકો આપ્યો હતો. અમારી માંગ છે કે તેને વહેલી તકે અને બિનશરતી દિશાને મુક્ત કરવામાં આવે.

બેંગલુરુથી દિલ્હી પોલીસે કરી હતી ધરપકડ

નોંધપાત્ર વાત એ છે કે ટૂલકીટ કેસમાં દિલ્હી પોલીસના સાયબર સેલે દિશા રવિની બેંગલોરથી ધરપકડ કરી હતી. 4 ફેબ્રુઆરીએ, દિલ્હી પોલીસે ટૂલકીટ સંબંધિત કેસ નોંધ્યો હતો. સમાચારો અનુસાર પ્રારંભિક પૂછપરછમાં દિશાએ કહ્યું કે તેણે ટૂલકિટમાં કેટલીક ચીજો સંપાદિત કરી અને પછી તેમાં કેટલીક ચીજો ઉમેરી અને પછી તેને આગળ મોકલી દીધી. આ તે જ ટૂલકિટ છે જે પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થાનબર્ગે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 21 વર્ષીય દિશા રવિ ‘ફ્રાઈડે ફોર ફ્યુચર ઈન્ડિયા’ નામની સંસ્થાની સદસ્ય છે.

ગ્રેટા થનબર્ગે ટૂલકિટ શેર કરી હતી

26 જાન્યુઆરીએ દિલ્હીમાં કૃષિ કાયદા વિરુદ્ધ એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન દિલ્હીમાં ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ બની હતી. અનેક વિદેશી હસ્તીઓ ખેડૂતોના સમર્થનમાં આવી હતી. ગ્રેટા થનબર્ગે પણ ટ્વિટ કરીને ખેડૂતોના સમર્થનમાં ઉતરી હતી. પોતાના ટ્વિટમાં તેણે ટૂલકીટ પણ શેર કરી હતી. વિવાદ બાદ તેણે ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.

બે શંકાસ્પદ લોકોની શોધ

આ કેસમાં પોલીસ વધુ બે શંકાસ્પદ લોકોની શોધ ચાલી રહી છે. ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ આ બંનેના નામ સાંતનું અને નિકીતા છે. પોલીસે તકનીકી પુરાવા ટાંકીને દાવો કર્યો હતો છે કે તે દિશા એ જ શંકાસ્પદ માહિતી લીક થયા બાદ ટ્વિટ ડિલીટ કરવા માટે ગ્રેટાને કહ્યું હતું.

Published On - 12:31 pm, Mon, 15 February 21

Next Article