GANDHINAGAR : બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા 13 યુવક-યુવતીઓ ઝડપાયા

|

Nov 28, 2021 | 2:25 PM

આ નબિરાઓને રત્તીભર પણ શરમ નહતી કે તેમને કોઈ ગુનો કર્યો છે ઉલટા ચોર કોતવાલ કો દાટે તે પ્રકારે પાર્થ સોજીત્રાએ મિડિયા સાથે પણ અભદ્ર વર્તન કર્યું.

GANDHINAGAR : બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા 13 યુવક-યુવતીઓ ઝડપાયા
Thirteen young men and women were caught drinking during a birthday party in gandhinagar

Follow us on

GANDHINAGAR : ગાંધીનગરમાં સેક્ટર-7માં 13નબિરાઓ એક બર્થડે પાર્ટીમાં દારૂની મેહફિલ માણતા પકડાયા છે. આ તમામને પોલીસે પકડી પ્રોહિબીશન અને જાહેરનામા ફંગના ફરીયાદ દાખલી કરીને ઘરપકડ કરી છે. 27 તારીખને સાંજે 4 વાગીને 15 મીનીટએ ઇન્ફોસીટી પોલીસને એક કોલ આવ્યો હતો કે સ્વાગત એફોર્ડ ફ્લેટના એક્સ બ્લોકના પાચમાં માળે 501 નંબરના ફેલ્ટમાં એકલાક યુવક યુવતિઓ મોટેથી સાઉન્ડ વગાડીને આસપાસના લોકોને હેરાન કરી રહ્યા છે.

આ કોલ મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી ત્યારે પોલીસની આખો ચાર થઈ ગઈ હતી. કારણે રૂમની અંદરના જે દ્રશ્યો હતા તેને જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ 501 નંબરના ફ્લેટમાં કર્ણાવતી કોલેજમાં અભ્યાસ કરતી યુવતિ સ્મૃતિ સદાનંદ પુજારીના જન્મદિવસની ઉજવણી દારૂના જોરે ચાલી રહી હતી. જે દ્રશ્યો ફ્લેટની અંદરના સામે આવ્યા તેમા યુવતિએ નશોભે તેવી હાલતમાં બેડ પર અને લથડિયા ખાતી નજરે પડતા પોલીસે તમામની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જઈ નિવેદન નોંધીને ફરીયાદ દાખલ કરી.

આ 9 યુવતિઓ અને 4 યુાવનો કે જે નશામાં એટલા ડૂબેલા હતા કે તેમને આસપાસ શું ચાલી રહ્યું છે તેનું ભાન પણ ન હતું. આ તમામ 13 નબીરાઓના નામ આ પ્રમાણે છે –

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

1.અક્ષત વરપ્રષાદ તનકુ, હૈદરાબાદ
2.સ્મૃતિ સદાનંદ પૂજારી, મુંબઈ
3.પૂજા મંગેશ સાંબારે, હૈદરાબાદ
4.પ્રજ્વલ વિજયભાઈ કશ્યપ, મધ્યપ્રદેશ
5પાર્થ રાજેન્દ્રભાઈ સોજીત્રા, ગંગોત્રી સોસાયટી , નિકોલ ,અમદાવાદ
6.અર્જુન દિલીપભાઈ કાનત, મહારાષ્ટ્ર
7.શ્રીજા શ્રીનિવાસ અપન્ના, હૈદરાબાદ
8.નમ્રતા મનોજભાઈ અગ્રવાલ , મુંબઈ
9.દીવ્યાંશી મેહુલભાઈ શર્મા , જયપુર, રાજસ્થાન
10.શ્રેયા રામાનંદ મિશ્રા, હરિયાણા
11.નિહારિકા રાહુલ જૈન, હરિયાણા
12.ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત, દિલ્હી
13.અવની રાકેશભાઈ અગ્રવાલ, કોટા, રાજસ્થાન

આ નબિરાઓને રત્તીભર પણ શરમ નહતી કે તેમને કોઈ ગુનો કર્યો છે ઉલટા ચોર કોતવાલ કો દાટે તે પ્રકારે પાર્થ સોજીત્રાએ મિડિયા સાથે પણ અભદ્ર વર્તન કર્યું. ત્યારે અહિયા પ્રશ્ન એ થાય કે સ્થાનિક લોકો જાણ કરે ત્યારે કેમ પોલીસ જાગે છે પોલીસના નાક નીચે જ ગુજરાતમાં દારૂ આવે તો પણ પોલીસને કેમ ગંધ નથી આવતી? ગુજરાતમાં બેરોકટોક દારૂ વેચાઈ રહ્યો છે જેનું જીવતું જગતું આ ઉદારણ છે.

 

Next Article