Ahmedabad: પરિણીતા સાથે લિવ ઇનમાં રહેવું યુવકને ભારે પડયું, યુવતીનાં પરિવારજનોએ તેની શું હાલત કરી જાણો

|

May 23, 2022 | 6:51 PM

આરોપીઓએ યુવકને એટલો માર માર્યો હતો કે તે ત્યાં જ બેભાન થઈ જતા તમામ આરોપીઓ તેને મૂકીને ફરાર થઇ ગયા હતા.

Ahmedabad: પરિણીતા સાથે લિવ ઇનમાં રહેવું યુવકને ભારે પડયું, યુવતીનાં પરિવારજનોએ તેની શું હાલત કરી જાણો
A couple in a live-in

Follow us on

અમદાવાદ (Ahmedabad) ના નિકોલ વિસ્તારમાં 28 વર્ષિય યુવકનું અપહરણ (Kidnapping)  કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવવા અંગે ફરિયાદ નોંધાઇ છે. જેમાં નિકોલના આમ્રપર્ણ આવાસ યોજનામાં છેલ્લા એક મહિનાથી ભાડે રહેતા પાર્થ પરમાર નામના યુવકને 2018માં કોલેજ ખાતે દીપીકા નામની યુવતી સાથે પરિચય થયો હતો. દીપિકાને પોતાના પતિ સાથે મનમેળ ન થતા 4 એપ્રિલ 2020 ના રોજ તેણે પાર્થ પરમાર સાથે રહેવાનો સમજૂતી કરાર કોર્ટમાં કરાવ્યો હતો. જે બાદ તે બંને નિકોલ ખાતે રહેવા આવ્યા હતા. જોકે શનિવારની સાંજે પાર્થ પરમારના ઘરે તેનો ભાણિયો આવતા તેણે દરવાજો ખોલતા જ સાથે મૈત્રી કરારમાં રહેતી દીપિકાના પિતા અરજણભાઈ ચાવડા તેમજ કાકા રમેશભાઈ ચાવડા અને અન્ય ચાર ઈસમો યુવકના ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવક અને દીપિકાને ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું.

બે અલગ અલગ ગાડીમાં યુવતી અને યુવકને અવાવરૂ જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા. ભોગ બનનાર પાર્થને યુવતીના પિતાએ હથોડી દ્વારા ખભા ઉપર માર માર્યો હતો અને તેના કાકા તેમજ અન્ય લોકોએ ભેગા મળીને પાર્થ પરમારના મોબાઇલની લૂંટ ચલાવી હતી. આરોપીઓએ યુવકને એટલો માર માર્યો હતો કે તે ત્યાં જ બેભાન થઈ જતા તમામ આરોપીઓ તેને મૂકીને ફરાર થઇ ગયા હતા. જે બાદ ભોગ બનનારના ભાણાએ 108ને ફોન કરતા યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે નિકોલમાં અપહરણ અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્આયું છે કે આ ગુનો કર્યા બાદ યુવતીને લઇને તમામ આરોપીઓ સુરેન્દ્રનગર નજીક ધાંગધ્રા ફરાર થયા હોવાથી પોલીસે ધાંગધ્રા ખાતે પણ ટીમ રવાના કરી હતી. જોકે આરોપીઓ ત્યાં મળી ન આવતા આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીએને શોધી કાઢવાના કામે લગાડી છે. મહત્વનું છે કે યુવકના પિતાના જણાવ્યા અનુસાર યુવતીને અગાઉ પણ તેના પરિવારને સોંપવામાં આવી હતી. જોકે તે ફરી તેમના દીકરા પાર્થ જોડે રહેવા આવી જતા કોર્ટમાં જઇને સાથે રહેવાનો સમજૂતી કરાર કરાવ્યો હતો તેવામાં પોલીસે ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

Published On - 6:49 pm, Mon, 23 May 22

Next Article