Valsad: સગીરાનું અપહરણ કરનાર બારડોલીના કછોલીનો શખ્સ વાંસદાથી ઝડપાયો

|

May 09, 2022 | 8:09 PM

સુરતના (Surat) બારડોલીમાં રહેતા એક યુવકે વલસાડ (Valsad) તાલુકામાં રહેતી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા સાથે મિત્રતા કેળવી હતી. જે બાદ લગ્ન કરવાની લાલચ આપી તેને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી.

Valsad: સગીરાનું અપહરણ કરનાર બારડોલીના કછોલીનો શખ્સ વાંસદાથી ઝડપાયો
Valsad Police Station (File Image)

Follow us on

વલસાડની (Valsad) સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર બારડોલીના (Bardoli) યુવાનની પોલીસે ધરપકડ કરી હતી. વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને બારડોલી તાલુકાના કછોલી ગામમાં રહેતો યુવાન પ્રેમ જાળમાં ફસાવી એક સપ્તાહ પહેલા ભગાવી ગયો હતો. ત્યારે આ મામલામાં તરુણીના પરિવારજનોએ અપહરણની (Kidnapping) ફરિયાદ નોંધાવી હતી. ડુંગરી પોલીસે (Dungari police) યુવાનને સગીરા સાથે વાંસદા નાની ભમટી ગામમાંથી ઝડપી પાડ્યો હતો.

સોશિયલ મીડિયાના માધ્યમથી કેળવી મિત્રતા

સુરતના બારડોલીમાં રહેતા એક યુવકે વલસાડ તાલુકામાં રહેતી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા સાથે મિત્રતા કેળવી હતી. જે બાદ લગ્ન કરવાની લાલચ આપી તેને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. આ યુવક છેલ્લા 2 વર્ષથી સગીરાના સંપર્કમાં રહેતો હતો. બાદમાં આ યુવક સગીરાને લાલચ આપી બારડોલી ભગાડી ગયો હતો. સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદમાં સગીરાના ઘર પાસેથી જ આરોપી તેનું અપહરણ કરીને લઈ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આરોપી અને સગીરાનું મેડીકલ ચેકઅપ

વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપી અને સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડુંગરી પોલીસે સગીરાની પૂછપરછ કરતા યુવાને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. ડુંગરી પોલીસે અપહરણની ફરિયાદમાં દુષ્કર્મની કલમનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

4 મેના રોજ નોંધાવી હતી પોલીસ ફરિયાદ

સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરાની બહેનપણી અને સગા સંબંધીઓને ત્યાં પણ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તારમાં સગીરા વિશે પુછપરછ કરી હતી. જે પછી બારડોલીના કછોલી ગામનો યુવાન સગીરાનું અપહરણ કરી ગયો હોવાની તેમને માહિતી મળી હતી. જે પછી 4 મેના રોજ સગીરાના પિતાએ ડુંગરી પોલીસ મથકે સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સગીરાના અપહરણ કરનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી સગીરાના અપહરણ અંગે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને  બાતમીદારોની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. જે પછી ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ડુંગરી પોલીસે વાંસદાના નાની ભમટી ગામમાંથી તરૂણી અને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.

Next Article