બહુચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સંભાળી, પીડિતાની ત્રણ કલાક સુધી કરાઈ પૂછપરછ

|

Sep 25, 2021 | 10:49 AM

Vadodara: દુષ્કર્મ કેસની તપાસ સંભાળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની પાંચ ટિમો બનાવાઇ આરોપીઓના નિવાસે તથા છુપાવવાના સંભવિત આશ્રય સ્થાનો ઉપર ક્રાઈમ બ્રાન્ચના દરોડા.

બહુચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સંભાળી, પીડિતાની ત્રણ કલાક સુધી કરાઈ પૂછપરછ
The Gotri rape case is being investigated by the Vadodara Crime Branch

Follow us on

Vadodara: હરિયાણાની રહેવાથી અને વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી દ્વારા ગોત્રી પોલીસ મથકે નોંધાવવામાં આવેલી દુષ્કર્મ કેસની તપાસ ગોત્રી પોલીસ પાસેથી આંચકી લઇને પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ દ્વારા ગઈકાલથી જ ગોત્રી પોલીસ પાસેથી તપાસ સંભાળી લેવામાં આવી હતી અને હવે આજથી વિધિવત તપાસ આગળ ધપાવવામાં આવી છે. પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા આ કેસની તપાસ પી.આઈ વી એ ખેર, ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણ સહિતના અધિકારીઓને સોંપવામાં આવી છે.

જેઓએ ગઈકાલે સાંજે ગોત્રી પોલીસ મથકે ડીસીપી ઝોન ટુ જયરાજસિંહ વાળા, એસીપી એવી રાજગોર અને ગોત્રી પોલીસ મથકના પી.આઇ ચૌધરી સાથે બેઠક કરી હતી. બેઠકમાં અત્યાર સુધી આ દુષ્કર્મ કેસને લઇને કરવામાં આવેલી તપાસ, એકત્ર કરવામાં આવેલા પુરાવાઓ સહિતના મુદ્દે ચર્ચા કર્યા બાદ કેસને લગતાં તમામ દસ્તાવેજો તથા કાગળો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પોતાના હસ્તગત કરી લીધા હતા.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

દુષ્કર્મ કેસની ફરિયાદી હરિયાણાની 24 વર્ષીય યુવતીને શુક્રવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે બોલાવીને તપાસ અધિકારી પી આઈ વી એ ખેર, એસીપી ડી એસ ચૌહાણ સહિતના સિનિયર અધિકારીઓએ મહિલા પોલીસ તથા મહિલા સામાજિક કાર્યકરની ઉપસ્થિતિમાં પીડિતાની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી.

ફરિયાદમાં તથા અત્યાર સુધીની તપાસ દરમિયાન ઊભી થયેલી વિસંગતતાઓ અંગે પીડિતાની ઉલટ તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેને લગત બાબતોને પૂછપરછ દરમિયાન સમર્થન મળી રહ્યું છે.

પીડિતાએ જેની પર આક્ષેપો કર્યા છે એ બે કથિત આરોપીઓ દ્વારા બચાવ માટે જે દલીલો કરવામાં આવી રહી છે તે મુદ્દાઓનો છેદ ઉડતો જઈ રહ્યો હોવાનો DCB ના સૂત્રો જણાવી રહ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચન એક અધિકારીના જણાવ્યા મુજબ આ કેસની તપાસ માટે પી.આઈ, પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓના નેતૃત્વ હેઠળ પાંચ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે. પાંચે ટીમોને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. બે ટીમો દ્વારા આજે બે આરોપીઓ અશોક જૈન અને રાજુ ભટ્ટના નિવાસસ્થાન, આશ્રયસ્થાન તથા અન્ય છુપાવવાના સંભવિત સ્થળો પર તપાસ કરવામાં આવી હતી.

પરંતુ બંને આરોપીઓ વડોદરા બહાર ભાગી ગયા હોવાની શક્યતાઓને આધારે વડોદરા શહેર બહાર પણ ક્રાઇમ બ્રાન્ચની બે ટીમોને રવાના કરવામાં આવી છે.

વડોદરા બહાર અથવા તો રાજ્ય બહાર બંને જ્યાં આશરો લઇ શકે છે તેવા સ્થાનો ઉપર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર સેલની ટીમને પણ મદદ લેવામાં આવી છ.

વડોદરાની પારુલ યુનિવર્સિટી માં એલેલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હરિયાણાની 24 વર્ષીય યુવતી દ્વારા તેની ઉપર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને ઇન્વેટર રાજુ ભટ્ટ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગોત્રી પોલીસ મથકે નોંધાવેલી. ફરિયાદ બાદ આ પ્રકરણમાં વડોદરાના એક કુખ્યાત બુટલેગરનું નામ આવ્યું.

આ બાદ કેસે નાટ્યાત્મક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સાથે જ કથિત આરોપી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન દ્વારા ગૃહ મંત્રીથી લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર અને ગોત્રી પીઆઇને નવ પાનાનું બચાવનામું મોકલીનેએફઆઈઆરમાં ઉલ્લેખાયેલા તમામ આક્ષેપો બેબુનિયાદ હોવાનું અને યુવતીને ફરિયાદ કરવા પ્રેરનાર તત્વો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

અશોક જૈન દ્વારા નાર્કોટેસ્ટ સહિતની વૈજ્ઞાનિક તપાસ માટે તે તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ અરજી બાદ જ પોલીસ કમિશનર દ્વારા આ કેસની તપાસ ગોત્રી પોલીસ પાસેથી લઈ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: Bharuch: આ રસ્તા પરથી પસાર થતા પહેલા ચેતી જજો, બે દિવસમાં બે લોકો ખાબક્યા ખુલ્લી ગટરમાં, જુઓ Video

આ પણ વાંચો: Surat : આટલા મોટા ડાયમંડ બુર્સમાં નાના વેપારીઓ, બ્રોકરો, કારખાનેદારો માટે પાર્કિંગની જગ્યા જ નથી ફાળવાઈ

Published On - 9:16 pm, Fri, 24 September 21

Next Article