ઓહોહો ! ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ તો વ્યાપમ કરતાં પણ મોટું છે !

|

Jan 05, 2022 | 5:58 PM

યુવરાજસિંહે 'પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત' એવું ટ્વિટ કરવાની સાથે #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક નામથી સોશિયલ માડિયા પર નવું કેમ્પઈન શરૂ કર્યું છે.

ઓહોહો ! ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ તો વ્યાપમ કરતાં પણ મોટું છે !
The energy department recruitment scam is bigger than Vyapam

Follow us on

AAPના નેતા યુવરાજસિંહ(Yuvraj Singh) દ્વારા અરવલ્લી-સાબરકાંઠામાં ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ (energy department recruitment scam) નો આક્ષેપ કરાયાના બીજા દિવસે યુવરાજસિંહે ‘પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત’ એવું ટ્વીટ કર્યું છે. આના પરથી એવું લાગી રહ્યું છે કે આ કૌભાંડમાં હજુ મોટા ધડાકા થઈ શકે છે. સાથે ‘#વ્યાપમ_નહીં_મહા_વ્યાપક’ નામથી સોશિયલ માડિયા પર નવું કેમ્પઈન પણ શરૂ કરવામાં આવ્યું છે.

AAPના નેતા યુવરાજસિંહ દ્વારા અરવલ્લી-સાબરકાંઠામાં ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ (recruitment scam) નો કથિત આક્ષેપ કરાયો હતો, તેમાં જેની સામે આક્ષેપો થયા છે તે પોતાને નિર્દોષ ગણાવી સામી કાર્યવાહી કરવાના સંકેત આપી રહ્યા છે ત્યારે યુવરાજસિંહ પણ લડાયક મુડમાં જણાઈ રહ્યા છે. તેમણે ફરીથી ટ્વિટ કરીને કહ્યું છે કે ‘પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત’.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

યુવરાજસિંહે કહ્યું કે, વચેટિયામાં બાયડનો ભાજપના યુવા મોરચાનો મહામંત્રી અવધેશ પટેલ મુખ્ય છે. ઉપરાંત અરવિંદ પટેલ, પ્રજાપતિ શ્રીકાંત શર્મા- વડોદરા, ટ્યૂશન ક્લાસ સંચાલક અજય પટેલ, શિક્ષક હર્ષદ નાઇની ભૂમિકા છે. આ આક્ષેપો બાદ પોલીસે પ્રો.અરવિંદ પટેલની અટકાયત કરી તેની પૂછપરછ કરી છે. જો કે આ પૂછપરછમાં અરવિંદ પટેલે પોતાના પરના તમામ આરોપો ફગાવી દીધા છે.

આ ઉપરાંત યુવરાજ સિંહે જેને એજન્ટ તરીકે દર્શાવાયેલા હર્ષદ નાયીએ બચાવનામું રજૂ કરી પોતાનો પક્ષ રજૂ કર્યો છે. હર્ષદ નાયીનો દાવો છે કે તે કોઈ ગેરરીતિમાં સંડોવાયેલો નથી. યાદ રહે કે હર્ષદ નાયી હિંમતનગરના હાજીપુરમાં સીઆરસી તરીકે ફરજ બજાવે છે અને હેડક્લાર્ક પેપર લીક કાંડમાં પણ હર્ષદ પર શંકાની સોય હતી. જોકે આ અંગે હર્ષદ નાયીએ વારંવાર પોતાનું નામ જાહેરમાં ઉછાળવાના કારણે પ્રતિષ્ઠા ખંડિત થતી હોવાથી હવે તે આ બાબતે વિચારીને યોગ્ય નિર્ણય લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મુદ્દે તપાસ તેજ કરાઈ છે. પ્રાંતિજના પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રમાં અત્યાર સુધી કેટલી પરીક્ષાઓ યોજાઈ અને કેટલા વિવાદ સર્જાયા તે અંગેની માહિતી એકઠી કરાઈ રહી છે. પરીક્ષા કેન્દ્ર સ્થળની કૉલેજના સંચાલકોની ભૂતકાળની પણ માહિતી એકત્ર કરાઈ રહી છે. સંચાલકો રાજકીય રીતે શંકરસિંહ વાઘેલા અત્યંત નજીકના વિશ્વાસુ હોવાનું જાણવા મળ્યું છે. તો બીજીતરફ એક શિક્ષક અને એક પરિક્ષાર્થીની પૂછપરછ કરવામાં આવી છે.

બીજી તરફ ઘણા લોકો પોતાનું નામ જાહેર થતાં જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન હિંમતનગરના હડિયોલ ગામના એક વ્યક્તિનું નામ ફરી શંકાના દાયરામાં છે. હડિયોલનો પ્રાથમિક શિક્ષણનો કર્મચારી અગાઉ હેડક્લાર્ક ભરતીમાં પણ શંકામાં રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે હડિયોલ અને આસપાસના વિસ્તારમાં અનેક લોકોને ઉર્જા વિભાગમાં નોકરીએ ગોઠવી આપ્યા હોવાથી તેના પર શંકા છે.

ઉમેદવારોને રૂ.21 લાખ લઈ પાસ કરાતા હતા: યુવરાજસિંહ
તો વધુ આક્ષેપો લગાવતા યુવરાજ સિંહે કહ્યું કે ભરતીમાં એક પેપર દીઠ 21 લાખની ઉઘરાણી કરવામાં આવી. જેમાં એડવાન્સ પેટે 1 લાખ રૂપિયા અપાયા છે. નામ સિલેક્શનમાં ન આવે ત્યાં સુધી પૂરી રકમ ન લેવાતા હોવાનો પણ આક્ષેપ છે. તો આ પરીક્ષા 3 શિફ્ટમાં પરીક્ષા લેવાય છે. 1 સેન્ટર પર કોમ્પ્યુટર વ્યવસ્થાને ધ્યાન રાખી કૌભાંડ થતું હોવાનું જાણવા મળ્યું છે. તો સેન્ટ્રલ રૂમમાંથી PC ઓપરેટ થતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું માત્ર નાટક કરે છે. અને કૌભાંડ આચરવામાં આવે છે.

કંટ્રોલ રૂમમાંથી જ સેટિંગ થતું હોવાનો આક્ષેપ
ઊર્જા વિભાગ ઓનલાઇન એમસીક્યુ આધારિત પરીક્ષા લે છે. યુવરાજસિંહના આક્ષેપ મુજબ જે ઉમેદવાર સાથે રૂપિયાની લેવડદેવડ થઈ હોય તેનો સીટ નંબર કંટ્રોલ રૂમમાં આપી દેવાય છે. આ ઉમેદવારે માત્ર કમ્પ્યુટર સામે બેસવાનું હોય છે. તેના ઓનલાઇન પેપરમાં કન્ટ્રોલ રૂમમાંથી સાચા વિકલ્પ પર આપોઆપ ટિક માર્ક થઈ જાય છે. ઉમેદવારો પાસેથી એક લાખ એડવાન્સ લેવાય છે.

આ પણ વાંચો : Rajkot: બાળકોના માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, બાળકના નાકમાં ઊંડે ઉતરી ગયો મેટલનો બોલ્ટ, જાણો પછી શું થયુ

આ પણ વાંચો : Ahmedabad : વેક્સિન બાબતે પોલીસનું જાગૃતિ અભિયાન, AMCએ પોલીસને સોંપી નવી જવાબદારી

Next Article