તહેવારોમાં બંધ રહેતા કારખાનામાં હાથફેરો કરનારા તસ્કરો ઝડપાયા, હીરા-રોકડ મળીને 32.41 લાખના મુદ્દામાલ કબજે લેવાયો

|

Aug 19, 2022 | 12:30 PM

તમામ આરોપીઓ તહેવાર ના દિવસે બંધ થનાર કારખાના અંગે માહિતી મેળવી આગલા દિવસે રેકી કરતા અને ચોરી ને અંજામ આપતા હોવાની કબૂલાત કરી હતી.

તહેવારોમાં બંધ રહેતા કારખાનામાં હાથફેરો કરનારા તસ્કરો ઝડપાયા, હીરા-રોકડ મળીને 32.41 લાખના મુદ્દામાલ કબજે લેવાયો
The accused who were trying their hand at the factory which was closed during the festival were arrested along with diamonds and cash worth 32.41 lakhs.

Follow us on

સુરત જિલ્લા એલસીબી (LCB) ને મળી મોટી સફળતા મળી હતી.નર્મદા (Narmada )જિલ્લા માં થયેલ 70 લાખ ની હીરા (Diamond )ચોરી ભેદ ઉકેલાયો હતો.સુરત જિલ્લા એલસીબી એ કામરેજ નજીક થી 2 આરોપી ની  ધરપકડ કરી હતી. સાથે જ હીરા નો જથ્થો, રોકડ મળી 32 .41 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સુરત જિલ્લા પોલીસને મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ઘટના એવી હતી કે રક્ષાબંધનના પર્વના આગલા દિવસે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે હીરાના કારખાનાને નિશાન બનાવીને ચોરોએ કારખાનાની તિજોરીને તોડી ને 8 હજાર નંગથી વધુ હીરા તેમજ રોકડ ની ચોરી થઈ હતી. જે બાબતે ડેડીયાપાડા પોલીસ માં ચોરી અંગે ગુનો દાખલ કરાયો હતો. સુરત તરફ જિલ્લા પોલીસ પણ વોચ માં હતી. બાતમી આધારે કામરેજ કડોદરા હાઈ વે પર ચોરી ના મુદ્દામાલ સાથે બે આરોપી ની ધરપકડ કરી હતી.

બંને ચોરો ની મોટા મુદ્દામાલ સાથે ધરપકડ કરતા તેમણે ડેડીયાપાડા માં હીરા ચોરી ની કબૂલાત કરી હતી. ધરપકડ કરાયેલ અરજણ નાથુભાઈ ચૌહાણ અને બકુલ ધનજી ઢોલરીયા કે જે કામરેજ ના ઘલુડી ગામે શિવ પેલેસ માં રહેતા હોવાની કબૂલાત કરી હતી. તેમજ રાજકોટ ના છપરા પરેશ મુગલપરા નું નામ બહાર આવતા વોન્ટેડ જાહેર કરાયો હતો.ત્રણેય ભેગા મળી હીરા કારખાના માં મોટી ચોરી ને અંજામ આપ્યો હતો.

સુરત ગ્રામ્ય પોલીસે તમામ ની ધરપકડ બાદ તેમનો ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યો હતો. ધરપકડ થયેલ બંને આરોપી ઓ વિરુદ્ધ માં વરાછા , કતારગામ , સરથાણા તેમજ તાલાલા , વેરાવળ જેવા રાજ્ય ના વિવિધ જિલ્લા ઓ માં અનેક ગુના નોંધાઇ ચુક્યા છે. તેમજ વોન્ટેડ આરોપી પરેશ મુગલપરા વિરુદ્ધ માં પણ કતારગામ તેમજ રાજકોટ ભક્તિ નગર પોલીસ , સુરત ડીસી બી , વરાછા , સહિત 14 જેટલા પોલીસ મથક માં ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુરત જિલ્લા પોલીસ એ મોટી ચોરી નો ભેદ ઉકેલી કાઢ્યો હતો. તમામ આરોપીઓ તહેવાર ના દિવસે બંધ થનાર કારખાના અંગે માહિતી મેળવી આગલા દિવસે રેકી કરતા અને ચોરી ને અંજામ આપતા હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસ એ તેમની પાસે થી 8 હજાર થી વધુ નંગ હીરા , અન્ય હીરા વેચી મેળવેલ 5 લાખ રૂપિયા , મારુતિ વાન તેમજ સામાન મળી કુલ 32.41 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article