GIR SOMNATH : રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર એન્ટી કરપ્શન બ્યુરોની તવાઈ યથાવત છે. ગઈકાલે 13 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા, જયારે આજે સુત્રાપાડાના TDO તેમજ દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી લાંચ લેતા ઝડપાયા છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમાર TDO ઓફીસમાં જ રૂ.5 હજારની લાંચ લેતા ACB દ્વારા રંગે હાથ ઝડપાયા છે. એક જાગૃત નાગરિક કે જે કોન્ટ્રાકટર તરીકેનો વ્યવસાય કરે છે. જેણે સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે પેવર બ્લૉકના કામ માટેનો વર્ક ઓર્ડર મળતા તેમણે સમય મર્યાદા માં કામ પૂર્ણ કરેલ હતું. જે બાબતના કંપ્લિશન સર્ટિ તથા પેમેન્ટ ચેક બાબતે ફરિયાદી આ કામના આરોપીને મળતા તેણે કામ માં ભલીવાર નથી તેમ જણાવી આ કામ રૂ.5,50,000 નું હોય જેથી રૂ.5000 ની લાંચ ની માંગણી કરેલ,
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ ACB નો સંપર્ક કર્યો હતો.
ફરિયાદ કરતા ફરિયાદ ના આધારે આજ રોજ ACBએ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂ.5000 ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયા. જે કેસ માં ACBએ આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : “આ મંદિર વેચવાનું છે”, અશાંતધારો લાગુ હોવા છતાં વર્ષોથી રહેતા લોકો ઘર-બાર વેંચવા મજબૂર બન્યા