SURENDRANAGAR : રૂપિયા આપવાની ના પડતાં બે પુત્રો અને પુત્રવધુએ વૃદ્ધા માતાને મોતને ઘાટ ઉતારી દીધી

|

May 20, 2021 | 9:39 PM

સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તારમાં વડનગરમાં માતા પાસે રૂપિયા માગતા માતાએ રૂપીયા આપવાની ના પાડતા સગા બે પુત્રો અને પુત્રવધુએ સાથે મળી 65 વર્ષના વૃધ્ધ માતા પર લાકડાના ફટકા મારી હત્યા કરી..

SURENDRANAGAR : રૂપિયા આપવાની ના પડતાં બે પુત્રો અને પુત્રવધુએ વૃદ્ધા માતાને મોતને ઘાટ ઉતારી દીધી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

SURENDRANAGAR : “માં તે માં બીજા બધા વગડાના વા” આ એક કહેવત છે. માતાની જોડી કોઇ ન આવે પરંતુ સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વડનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધ સવિતાબેન ને પોતાના જ પુત્રોએ રૂપિયા માટે રામ રમાડી દીધા હતા. વડનગર વિસ્તારમાં 65 વર્ષીય સવિતાબેન રહે છે.

તેમની બાજુમાં જ તેમના બન્ને પુત્રો રહે છે. ત્યારે સવિતાબેનના પુત્રોએ સવિતાબેન પાસે રૂપિયા માગ્યા. પરંતુ સવિતાબેને રૂપિયા આપવાની ના પાડતા આરોપીઓ મનસુખ શંકરભાઇ દુધરેજીયા અને ભરત શંકરભાઇ દુધરૂજીયા અને પત્રવધુ સંગીતાબેન મનસુખભાઇ ઉશ્કેરાઇ ગયા હતા.

અને માતા સવિતાબેન સાથે ઝગડો કરી અને સવિતાબેન પર લાકડાના ફટકા મારી ફરાર થઇ ગયા હતા. જેથી આડોસ પાડોસના લોકો લોહી લુહાણ હાલતમાં સવિતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ સારવાર કારગત નહી નિવડતા સવિતાબેન નું મોત થયુ હતું.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ સમગ્ર ધટનાની જાણ થતા સુરેન્દ્રનગર એ. ડીવીઝન પોલીસ (Surendra nagar Police) ઘટના સ્થળે પહોચી અને તપાસ હાલત ધરી હતી અને નાશી છુટેલા આરોપીઓ મનસુખ દુધરેજીયા અને ભરત દુધરેજીયા તેમજ સંગીતાબેન દુધરેજીયાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. અલગ અલગ ટીમો બનાવી આગળની તપાસ હાથ ધરી હતી.

જેથી પોલીસને બાતમી મળતા આરોપીઓને શહેરમાં જ છુપાયા હતા જેને ઝડપી લીધા હતા. અને ત્રણેય આરોપીઓના સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવવા મોકલતા આરોપી પુત્રવધૂ સંગીતાબેન ને પોઝેટીવ આવતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અને માતાની હત્યા કરનાર આરોપીઓ મનસુખ અને ભરતની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.

જેથી બન્ને આરોપીઓએ પ્રાથમિક પુછપરછ માં માતાએ રૂપીયા નહી દેતા આ હત્યા કર્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે હવે બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી અને હત્યામાં વપરાયેલ લાકડાના ફટકા તેમજ આ હત્યા પાછળ કોણ અન્ય જવાબદાર છે કે નહી તેની તપાસ કરશે. પરંતુ હવે આ નરાધમ બન્ને પુત્રોએ જનેતાની હત્યા કરી છે તો તેને કાયદાકીય રીતે સજા તો મળશે જ, પરંતુ હાલ તો પોતાની સગી જનેતાની હત્યા કરનાર બન્ને પુત્રો અને પુત્રવધૂ પર ચોમેરથી લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો : મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવા આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને આદેશ

Published On - 8:41 pm, Thu, 20 May 21

Next Article