સુરેન્દ્રનગર : ઘરફોડ ચોર ટોળકીનો પર્દાફાશ, કેવી રીતે આપતા ચોરીને અંજામ ?

|

Nov 23, 2021 | 6:37 PM

મહિલા પોલીસે મહિલા આરોપીઓની અંગ જડતી લેતા બન્ને આરોપી મહિલાઓ પાસેથી સોનાની બંગડીઓ, સોનાનો હાર, સોનાની લક્કી, સીનાના એરીંગ, અંદાજે 99 ગ્રામ સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીનાઓ સહિત રૂપીયા 6.29 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

સુરેન્દ્રનગર : ઘરફોડ ચોર ટોળકીનો પર્દાફાશ, કેવી રીતે આપતા ચોરીને અંજામ ?
સુરેન્દ્રનગર : ઘરફોડ ગેંગનો પર્દાફાશ

Follow us on

સુરેન્દ્રનગર શહેરના રીવર ફ્રન્ટ પર પોલીસે ચેકીંગ દરમિયાન ઘરફોડ ટોળકીના ચાર સાગરીતોને ઝડપી અને રૂપીયા 6.29 લાખના સોના ચાંદીના ઘરેણા સહિત મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ બે મહિલા અને બે પુરૂષની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. હજુ વધુ ઘરફોડ ચોરીની કબુલાત આરોપીઓ આપે તેવી પોલીસ આશા સેવી રહી છે.

સુરેન્દ્રનગર શહેરમાં ઘણા જ સમયથી ઘરફોડ ચોર ગેંગનો આતંક હતો. અને આરોપીઓએ અનેક ઘરોને ટાર્ગેટ બનાવી અને ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો. અને પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં ટુંકી પડતી હતી. ત્યારે શહેરના એ.ડીવીઝન પોલીસનો કાફલો રીવર ફ્રન્ટ પર ચેકીંગ કરી રહી હતી. ત્યારે બે બાઇક ચાલકો પાછળ મહિલાઓને બેસાડી પસાર થતા હતા. પરંતુ પોલીસને જોતા બંન્ને બાઇક ચાલકોએ બાઇક યુ ટર્નવાળી પરત ફરતા પોલીસને શંકા જતા તેઓનો પીછો કરી અને પુછપરછ કરતા બાઇક અંગેના કોઇ કાગળો નહી મળતા તેઓને પોલીસ સ્ટેશન લાવી.

અને મહિલા પોલીસે મહિલા આરોપીઓની અંગ જડતી લેતા બન્ને આરોપી મહિલાઓ પાસેથી સોનાની બંગડીઓ, સોનાનો હાર, સોનાની લક્કી, સીનાના એરીંગ, અંદાજે 99 ગ્રામ સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીનાઓ સહિત રૂપીયા 6.29 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીઓના નામ ઠામ પુછતા

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

(1) રાહુલ પેથાભાઇ સરવરીયા રે. ફીરદોશ સોસાયટી, સુરેન્દ્રનગર,
(2) શકતિ ઉર્ફે લાલો સાગરભાઇ થરેસા રે. વિહત પાર્ક, સુરેન્દ્રનગર
(3) રૂપાબેન પ્રકાશભાઇ સરવરીયા રે. ફીરદોશ સોસાયટી, સુરેન્દ્રનગર
(4) ભાનુબેન પેથાભાઇ સરવરીયા રે. ફીરદોશ સોસાયટી, સુરેન્દ્રનગર

ત્રણ એક છ પરીવારના હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા આરોપીએ કબુલાત આપી હતી કે તેઓએ સાથે મળી શહેરના નવા જંકશન વિસ્તાર, બુરહાન પાર્ક, સીલવર પાર્ક, કિષ્ના પાર્ક, સહિત વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો.

જેથી પોલીસે ચાર આરોપીઓને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ માગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ આપતા હાલ પોલીસે આરોપીઓની પુછપરછ હાથ ધરી છે. પરંતુ હજુ વધુ ઘરફોડ ચોરીઓના ભેદ ખુલી શકે તેવી આશા સેવી છે. હાલ આરોપીઓની પુછપરછ ચાલુ છે.

ચોરીની મોડસ ઓપરેન્ડી

ઘરફોડ ચોરી કરનાર ગેંગના મહિલા સભ્યો દિવસ દરમીયાન વાળ વેચાતા લેવા અનેક સોસાયટીના ચક્કર લગાવતી હતી. અને જે બંધ ઘર હોઇ અને સોસાયટીના છેવાડે એકલ દોકલ ઘર હોઇ અને સરળતાથી ભાગી શકાય તેવા મકાનને જોઇ લેતી અને ઘરફોડ ગેંગના પુરૂષ સભ્યો સાથે રાતના ઘરને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હતા

હાલ પોલીસ બે મહિલા સહિત ચાર આરોપીઓની રીમાન્ડ દરમિયાન પુછપરછ કરી રહી છે. પરંતુ હવે આરોપીઓ પાસેથી પોલીસ હવે કેટલી નવી ચોરી કબુલાત આપાવી શકે છે તે જોવુ રહ્યું.

Next Article