SURENDRANAGAR : ચોટીલાના લાખણકા ગામે રસી આપતા  કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

SURENDRANAGAR : ચોટીલાના લાખણકા ગામે રસી આપતા કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 9:43 PM

કર્મચારીઓ રસીકરણ કરી રહ્યા હતા ત્યારે ગામના ભૂપત ખોરાણીએ કર્મચારીઓને રસીકરણ બંધ કરવાની ધમકી આપતાં વિવાદ થયો છે.

કોરોનાની રસી આપતા કર્મચારીને આપી ધમકી, ‘‘ગામમાં મને પૂછ્યા વિના રસીકરણ કરવું નહીં !’’

SURENDRANAGAR : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખણકા ગામે કોરોનાની રસી આપતા કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કર્મચારીઓ રસીકરણ કરી રહ્યા હતા ત્યારે ગામના ભૂપત ખોરાણીએ કર્મચારીઓને રસીકરણ બંધ કરવાની ધમકી આપતાં વિવાદ થયો છે.ચોટીલા સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ ચોટીલા પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે અને સાથે જ તમામ કર્મચારીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને પણ રજૂઆત કરી છે.

મળતી માહિતી મૂજબ ગત સોમવારે ચોટીલા તાલુકાના લાખણકા ગામે આરોગ્ય કર્મચારીઓ જયારે રસીકરણ કરી રહ્યાં હતા ત્યારે ભૂપત ખોરાણી નામના શખ્સે રસીકરણ કરી રહેલા કર્મચરીઓને ધમકી આપી અને રસીકરણમાં ખલેલ પહોચાડી હતી અને ધમકી આપતા કહ્યું, “ગામમાં મને પૂછ્યા વિના રસીકરણ કરવું નહીં !”

ધમકીની આ ઘટનાને કારણે રસીકરણ અભિયાનમાં દિવસ રાત જોયા વગર કામ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો હતો અને તેઓએ સામુહિક રૂપે મામલતદાર અને પોલીસને ફરિયાદ કરી હતી. ચોટીલા મામલતદાર અને પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારીઓને ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરજમાં રુકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

આ પણ વાંચો : NAAC પ્રમાણિત A+ ગ્રેડ ધરાવતી રાજ્યની એકમાત્ર અને પ્રથમ યુનિવર્સિટી બની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

g clip-path="url(#clip0_868_265)">