Surendranagar : ચોટીલામાં મસમોટું ગાંજાનું વાવેતર ઝડપાયું, યુવાનોને નશાના ખપ્પરમાં ધકેલવાનું કારસ્તાન

|

Jul 09, 2021 | 1:27 PM

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પહેલા પણ ચોટીલા તાલુકાના રાજપરા, ખેરડી, ભીમોર, પીપાવાવ જેવા ગામોમાં નશાનો કારોબાર ગણાતા ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલા ગાંજાના છોડવા નંગ 104 વજન કિલો 90 કિમત રૂપીયા 7.26 લાખ શોધી અને આરોપીને વાડી પરથી જ અટકાયત કરી હતી.

Surendranagar : ચોટીલામાં મસમોટું ગાંજાનું વાવેતર ઝડપાયું, યુવાનોને નશાના ખપ્પરમાં ધકેલવાનું કારસ્તાન
Surendranagar 90 kg of cannabis seized in Chotila

Follow us on

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લામાં દારુ, જુગાર અને નશાયુક્ત વસ્તુઓનું વેચાણ કરવું સામાન્ય બાબત બની છે. ચોટીલા તાલુકાના નાના કાંધાસર ગામે ખેડુતે પોતાની વાડીમાં જ ગેરકાયદેસર નશાનો સામાન ગણાતા એવા ગાંજા (cannabis)નું વાવેતર કરી આવકનું સાધન ઉભું કર્યું હતુ. પરંતુ સુરેન્દ્રનગર SOG પોલીસે બાતમીના આધારે વાડીમાં રેડ કરી અંદાજે 90 કીલો ગાંજાનો જથ્થો પકડી આરોપીને જેલ હવાલે કર્યો છે.

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પહેલા પણ ચોટીલા તાલુકાના રાજપરા, ખેરડી, ભીમોર, પીપાવાવ જેવા ગામોમાં નશાનો કારોબાર ગણાતા ગાંજાનું વાવેતર ઝડપાયું હતુ. ચોટીલા (Chotila)તાલુકાના છેવાડાના ગામોમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરી અને અમુક તત્વો  અધધ પૈસા લઈ યુવાનોને નશાના રવાડે ચડાવે છે. ચોટીલા તાલુકામાં છેવાડાના ગામોમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ પણ ડુંગરાળ  વિસ્તાર હોવાથી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ (Police) પણ અસફળ રહેતી હોય છે.

ત્યારે ચોટીલા (Chotila) તાલુકાના નાના કાંધાસર ગામે પોતાની વાડી ધરાવતા આરોપી રમેશભાઇ લીંબાભાઇ મેણીયાએ વાડીમાં રીંગણીના છોડની વચ્ચે પોલીસને શંકા ન જાય તે રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતુ, જેની બાતમી સુરેન્દ્રનગર SOG પોલીસને મળી હતી. જેથી પોલીસ પુરી તૈયારી સાથે નાના કાંધાસર ગામે પોહોચી અને વાડીમાં રેડ કરી અને રીંગણીના છોડ વચ્ચે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલ છોડવા નંગ 104 વજન કિલો 90 કિંમત રૂપીયા 7.26 લાખ શોધી અને આરોપીને વાડી પરથી જ અટકાયત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પોલીસે (police) આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, આજથી ચાર મહિના પહેલા કોઈ અજાણ્યો શખ્સ ગાંજાના બિજ આપી ગયેલો અને આ ગાંજાનું વાવેતર ચાર મહિના પહેલા કર્યું હતું. જેમાંથી ધણા ખરા છોડ તેણે નશો કરતા ઇશમોને વેચી દીધા છે. અને, રીંગણીના છોડવા વચ્ચે ગાંજાનું વાવેતર એટલા માટે કર્યું કે પોલીસને શંકા ન જાય અને પોલીસ ગાંજાનું વાવેતર ઝડપી ન શકે.

પરંતુ, પોલીસે રેડ કરી અને નશાયુક્ત ગાંજાના વાવેતરને ઝડપી પાડી અને આરોપીને ચોટીલા પોલીસ (police)ને હવાલે કર્યો છે. પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે કે, કેટલા ટાઇમથી આ ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું. તેમજ આ ગાંજો નશો કરવા કોણ ખરીદતું  હતું. અને આરોપીએ કેટલા લોકોના ગાંજો વેચે છે.

Next Article