Surendranagar : આંગડિયા પેઢી સાથે 22 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીની ધરપકડ, પોલીસે મુદામાલ જપ્ત કર્યો

|

Jul 03, 2021 | 12:10 PM

Surendranagar : આંગડિયા પેઢી સાથે છેતરપિંડી મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. વધુ આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Surendranagar : આંગડિયા પેઢી સાથે 22 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીની ધરપકડ, પોલીસે મુદામાલ જપ્ત કર્યો
છેતરપિંડી મામલે 2 આરોપીની ધરપકડ

Follow us on

Surendranagar : સુરેન્દ્રનગર મધ્યે આવેલ વિશ્વમ આંગડીયા પેઢી (Vishwam Angadiya Firm) સાથે રૂપિયા 22 લાખની છેતરપિંડી કરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે બે આરોપીઓને રૂપિયા 24.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પુછપરછ હાથ ધરી છે. આરોપીઓએ મોરબી, રાજકોટ અને અમરેલી જીલ્લામાં પણ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી છે.

સુરેન્દ્રનગર શહેરમાં આવેલી વિશ્વમ આંગડીયા પેઢીમાં અલગ-અલગ નામથી નાણા મોકલી અવાર નવાર સારો વ્યવહાર કર્યો હતો. બાદમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ અને પેઢીનો વિશ્વાસ કેળવી પાંચ આરોપીઓએ આંગડીયા પેઢીને રૂપિયા 22 લાખની છેતરપિંડી કરી ફરાર થયા હતા.

જેથી આંગડીયા પેઢીને છેતરાયાનો અહેસાસ થતા શહેરના એ. ડીવીઝન પોલીસમાં નામ ઠામ વગરના પાંચ અજાણ્યા આરોપીઓ સામે રૂપિયા 22 લાખની છેતરપિંડીની ફરીયાદ નોધાવતા પોલીસ હરકતમાં આવી હતી. આ ફરિયાદ અંગે પોલીસે તપાસ હાથ ધરતા આરોપીઓએ જે અલગ અલગ 20 થી 25 નંબરથી ફોન કરતા હતા તે તમામ બંધ આવતા હતા જેથી પોલીસને પણ તપાસ આગળ ન વધી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પોલીસે આંગડીયા પેઢી સાથે જયારે જયારે ફોન પર વાત થયેલ હોઇ તે મુજબ રૂપિયાની લેવડ દેવડ માટે દિલ્લી, હળવદ, ધ્રાગધ્રા સહિત મોબાઇલ ટાવરની ડીટેલ કઢાવી તપાસ હાથ ધરી હતી. આ બાદ પોલીસને પુરી શંકા ગયેલ કે આ આરોપીઓ સુરેન્દ્રનગર જીલ્લાની આજુબાજુના જ હોઇ શકે જેથી બાતમીદારોને કામે લગાડયા હતા.

જેમાં રાજકોટના આરોપીઓ બ્રિજેશ ઉર્ફે ચંદ્રેશ પાડલીયા અને જેકલેશ ધીરજલાલ સામૈયા અને તુષાર ભીખાભાઇ રાણીપીયાને ઝડપી પુછપરછ હાથ ધરતા આરોપીઓએ કબુલાત આપી હતી. જણાવ્યું હતું કે, સાથી આરોપીઓએ આંગડીયા પેઢી સાથે રૂપિયા 22 લાખની છેતરપિંડી કરી છે અને તેઓની સાથે આ છેતરપિંડીના માસ્ટર માઇન્ડ નરેન્દ્રસિંહ અને હરીશ દેત્રોજા પણ સામેલ છે.

આ ટોળકીએ અગાઉ પણ સુરેન્દ્રનગર ઉપરાંત મોરબી જીલ્લામાં તેલના વેપારી સાથે રૂપિયા 22 લાખ, જસદણ આંગડીયા પેઢી સાથે રૂપિયા 21.50 લાખ, અમરેલી આંગડીયા પેઢી સાથે રૂપિયા 15 લાખની છેતરપીંડી આચરી છે.

જેથી પોલીસે ઝડપાયેલા બન્ને આરોપીઓ રાજકોટના બ્રિજેશ ઉર્ફે ચંદ્રેશ પાડલીયા અને જેકલેશ સામૈયાને લઇ અને એ. ડીવીઝન પોલીસ છેતરપિંડીના રૂપિયા રીકવર કરવા રાજકોટ, રાજસ્થાન અને દિલ્લી સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન રૂપિયા 24.39 લાખ રિકવર કરી હાલ ઝડપાયેલા બન્ને આરોપીઓની આકરી પુછપરછ કરી રહી છે. આ છેતરપિંડીમાં માસ્ટર માઈન્ડ આરોપીઓ નરેન્દ્રસિંહ અને હરીશ દેત્રોજાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

Published On - 12:06 pm, Sat, 3 July 21

Next Article