Surat : લાંચ વગર કામ નહીં, મહિલા પીએસઆઇ અને એડવોકેટ છટકામાં ભેરવાયા

|

Dec 11, 2021 | 5:15 PM

પીએસઆઇ કમલાબેન અને એડવોકેટ પંકજભાઈ મહિલા પોલીસ સ્ટેશનની બહાર જ લાંચની 10 હજાર રૂપિયાની રકમ સ્વીકારતા પકડાતા એસીબીના સ્ટાફ દ્વારા બંનેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે બંનેને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat : લાંચ વગર કામ નહીં, મહિલા પીએસઆઇ અને એડવોકેટ છટકામાં ભેરવાયા
સુરત-લાંચ કેસમાં ઝડપાયા

Follow us on

Surat : સરકારી કચેરીઓ કહો કે પોલીસ ખાતું. અહીં ભ્રષ્ટાચાર એ હદે વ્યાપી ગયો છે કે નાના કર્મચારીઓથી લઈને ઊંચા હોદ્દા પર બેસતા સરકારી બાબુઓ કે પોલીસ અધિકારીઓ રૂપિયા લીધા વગર કામ કરવાનું જાણતા જ નથી. આ જ કારણ છે કે ઉચ્ચ પગાર હોવા છતાં લાંચ માંગતા અનેક લોકો પકડાયા છે.

પોતાનું કામ કરવા માટે સામાન્ય માણસને સામા વ્યક્તિના ખિસ્સા ભરવા જ પડે છે એનો દાખલો આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસ ખાતામાં પણ રૂપિયા વગર કોઈ કામ થતું નથી તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં લાંચ માંગતા એક મહિલા કોન્સ્ટેબલ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેને એસીબીએ પોલીસ સ્ટેશનની બહાર જ લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા છે.

બનાવની હકીકત એવી છે કે સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કમલાબેન ગામીત અને એડવોકેટ પંકજભાઈ માકોડે આ લાંચ માંગી હતી. એક ફરિયાદી મહિલા તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગતી હતી. જે માટે તેણે અરજી આપી હતી. પણ ગુનો નોંધવા માટે એડવોકેટ મારફતે આ મહિલા પીએસઆઈએ 10 હજાર રૂપિયા માંગ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આમ એક સામાન્ય અરજીને ગુનો નોંધાવવા માટે ફરિયાદી પાસે એડવોકેટ મારફતે મહિલા પીએસઆઈ એ લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે વલસાડ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. જેને આધારે તેઓએ છટકું ગોઠવ્યું હતું. જેમાં આ મહિલા પીએસઆઇ અને એડવોકેટ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

પીએસઆઇ કમલાબેન અને એડવોકેટ પંકજભાઈ મહિલા પોલીસ સ્ટેશનની બહાર જ લાંચની 10 હજાર રૂપિયાની રકમ સ્વીકારતા પકડાતા એસીબીના સ્ટાફ દ્વારા બંનેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે બંનેને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પહેલા પણ એસીબીએ પોતાના છટકામાં અનેક સરકારી કર્મચારીઓ, નગરસેવકોને પકડ્યા છે. એસીબી દ્વારા શહેરના લોકોને એ જ અપીલ કરવામાં આવી છે કે આવા લાંચિયા કર્મચારીઓને લાંચ આપીને કામ કરાવવાને બદલે તેઓની માહિતી લાંચ રૂશ્વત વિરોધી શાખાને કરવામાં આવે.

આ પણ વાંચો : Ashes 2021: જો રુટે હારનુ કારણ એન્ડરસન કે બ્રોડનુ બહાર રહેવુ કે પહેલા બેટીંગ નહી, કહ્યુ હું જ જવાબદાર

આ પણ વાંચો : Vijay Hazare 2021: બરોડાનો પુંડુચેરી સામે 5 વિકેટે જબરદસ્ત વિજય, ધ્રુવ પટેલની વિક્રમી કજૂંસાઇ ભરી બોલીંગથી 82 રન પર હરીફ ટીમ સમેટાઇ ગઇ

 

Published On - 5:14 pm, Sat, 11 December 21

Next Article