Surat: બે દિવસ પહેલા ઘટેલી હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકનાં પરિવારજનોએ ન્યાયની કરી માગ

|

Mar 30, 2021 | 2:08 PM

વેસુ વિસ્તાર માં બે બે દિવસ પહેલા અતુલ બેકરી ના માલીક એ હિટ એન્ડ રન ની દુર્ઘટના સર્જી હતી. આરોપી અતુલ વેકારીયા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અને હાલની કામગીરી અંગે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.

Surat: બે દિવસ પહેલા ઘટેલી હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકનાં પરિવારજનોએ ન્યાયની કરી માગ
હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકનાં સગાએ કરી માગ

Follow us on

Suratના વેસુ વિસ્તારમાં બે દિવસ પહેલા ઘટેલી હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. બારડોલીની મૃતક યુવતીના પરિવારજનોએ પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરીને ઘરની દીકરીને ન્યાય આપવાની માંગ કરી છે.

Surat : બે દિવસ પહેલા ઘટેલી હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકના પરિવારજનોએ ન્યાયની કરી માગ

ઘરમાં હસતી-રમતી કિલ્લોલ કરતી જવાન દીકરીનું મોત થઈ જાય ત્યારે તે પરિવાર પર શું વીતતી હશે તે તેમના સિવાય બીજુ કોઈ કલ્પી ન શકે. આવી જ હાલત અત્યારે બારડોલીના વધાવા ગામના વતની ચૌધરી પરિવારની છે. ગત 26 તારીખે રાત્રે યુવતી અને તેનો ભાઈ ઉધના મગદલ્લા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. કાર હંકારનાર અતુલ બેકરીનો માલિક અતુલ વેંકરિયા હતો, જેણે બેફામ કાર હંકારીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દર્દનાક આ ઘટના બાદ પોલીસે કારચાલક અતુલ વેંકરિયાને ઝડપી તો લીધો પરંતુ ગણતરીના કલાકોમાં જ તેને છોડી મૂક્યો હતો. પોલીસની આ કામગીરી સામે પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપી સામે હળવી કલમો લગાવીને તેને છોડી મૂકવામાં આવ્યો છે. પીડિત પરિવારે પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી છે.

એક દય સ્પર્શી વાક્ય મુજબ કે ખુદા મત ઉજાડ કિસીકે આશિયાને કો , બહુત વક્ત લગતા ઉસકો બનાને મેં. આવુજ કંઈક હાલ સુરત રહેતા અને મૂળ બારડોલી તાલુકાના વધાવા ગામના વતની ચૌધરી પરિવાર સાથે. ગત 26મીના રાત્રે ઉર્વશી ચૌધરી નામની યુવતી ભાઈ સાથે ઉધના મગદલ્લા રોડ પર પસાર થતા હતા દરમિયાન બેફામ હંકારી જતા કાર ચાલક અતુલ બેકરીનો મલિક અતુલ વેકારીયાએ બે બાઇક નવા ઉડાવ્યા હતા. જેમાં ઉર્વશી મનુભાઈ ચૌધરી નામની યુતીનું કરુણ મોત નીપજ્યું હતું. જોકે ઘટના સ્થળે ભેગા થયેલા લોક કાર ચાલક અતુલ વેકરીયાને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. જોકે આ દર્દનાક ઘટનાને આજે પણ પરિવાર ભૂલી શક્યો નથી. અને વહાલસોયી ઘરની દીકરી ઉર્વશીના ભણકારા પરિવારજનોને વાગી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જોકે કહેવાયું છે તેમ કે ગુનામાં ભોગ બનનાર સામાન્ય પરિવારનો અને ગુનો કરનાર મોટો મોભી હોય ત્યારે તંત્ર અને પોલીસ પણ પાંગળી બની જાય છે. અને કસૂરવારો સામે ઠોસ કાર્યવાહી થતી નથી. આ દુર્ઘટના માં પણ કંઈક આજ પ્રકારના આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે. કારણ કે હળવી કલમોનો ઉમરા પોલીસે ઉપયોગ કર્યો હોય આરોપી અતુલ વેકરીયાને સહેલાઇથી જામીન મળી જાય તેવો તખ્તો પણ ગોઠવાઈ રહ્યો હતો. આવું જ થયું હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

અકસ્માત સર્જનાર અતુલ વેકરિયા જામીન પર છૂટી ગયો છે. પરંતુ યુવતી ઉર્વશી ચૌધરીનું પરિવાર જાણે આજે પણ તેના આવવાની રાહ જોઈ રહ્યું હોય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. માતા પિતા અને ભાઈએ ઉર્વશીને લાડ કોડથી કાળજાના કટકાની જેમ ઉછેરી હતી. અને અભ્યાસ કરાવી યુનિવર્સીટીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ પણ બજાવતી હતી. ઉર્વશીના પરિવારને કેસ દબાવી દેવા અનેક જાતના પ્રલોભનો આવી રહ્યા છે. પરંતુ પૈસાના ઉન્માદમાં ફરતા અતુલ વેકરિયા જેવા યમરાજો ને પાઠ ભણાવવા ન્યાયતંત્ર ઠોસ કાર્યવાહી કરે એવી ગુહાર પણ તેમના પરિવારજનો લગાવી રહ્યા છે.

Next Article