Surat : બારડોલી બેન્ક લૂંટ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓના સ્કેચ જાહેર કરાયા

|

Oct 20, 2021 | 5:02 PM

સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા ભરની પોલીસ પણ છેલ્લા એક અઠવાડિયાથી લૂંટારૂઓને શોધવા માટે પ્રયાસ કરી રહી છે. અનેક સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પણ પોલીસને હજી સુધી કોઈ કડી મળી શકી નથી.

Surat : બારડોલી બેન્ક લૂંટ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓના સ્કેચ જાહેર કરાયા
Surat: Sketches of accused in Bardoli bank robbery case released by police

Follow us on

સુરતના બારડોલી તાલુકાના મોતા ગામમાં આવેલી બેન્ક લૂંટ(Bank Loot ) પ્રકરણમાં પોલીસને એક અઠવાડિયા (Week )પછી પણ આરોપીઓનું પગેરું મળી શક્યું નથી. અને હવે મોડે મોડે જિલ્લા પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા પૈકી બે આરોપીઓના સ્કેચ જારી કર્યા છે. જેને આધારે પોલીસે આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. જોકે હજી સુધી પોલીસને લૂંટારુ સુધી પહોંચવાની એક પણ કડી મળી શકી નથી.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી ઘી સુરત ડીસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંકમાં ગત તારીખ 12 ઓક્ટોબરના રોજ બાઈક પર આવેલા ત્રણ અજણયા લૂંટારુંઓ બંદૂકની અણીએ રૂ,10.42 લાખ રૂપિયા રોકડ ની લૂંટ કરીને નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ હતી.

સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા ભરની પોલીસ પણ છેલ્લા એક અઠવાડિયાથી લૂંટારૂઓને શોધવા માટે પ્રયાસ કરી રહી છે. અનેક સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પણ પોલીસને હજી સુધી કોઈ કડી મળી શકી નથી. બે દિવસ પહેલા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જારી કર્યા બાદ હવે પોલીસે બે આરોપીઓના સ્કેચ જારી કર્યા છે. આ સ્કેચ જાહેર જગ્યાએ લગાવીને તેને આધારે આરોપીઓને શોધવા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

બારડોલી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય લૂંટારુઓ એક જ બાઈક પર સવાર થઈ બેંકમાં પહોંચ્યા હતા. બપોરે એક વાગ્યાના સુમારે જ્યારે બેંકમાં ગ્રાહકોની સંખ્યા નહિવત હતી, ત્યારે ત્રણેય અંદર પ્રવેશ્યા અને ગોળી મારવાની ધમકી આપી અને દરેકને કેશ કાઉન્ટર છોડી દેવાનો આદેશ આપ્યો. પૈસા ઉપાડવા માટે મેનેજરને એક કે બે થપ્પડ પણ મારી હતી. આ પછી લોકરમાં રાખવામાં આવેલી કુલ રોકડ રૂપિયા 10.40 લાખ લૂંટીને ફરાર થઈ ગયા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ચેક કરતા લૂંટારાઓ 15 જ મિનિટમાં લૂંટને અંજામ આપીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. જોકે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

લૂંટની આ ઘટના બાદ પોલીસ દ્વારા બેન્કના મેનેજર સહિતના સ્ટાફના નિવેદન લીધા બાદ સીસીટીવી કેમેરાના આધારે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં પોલીસને હાથતાળી આપવામાં લૂંટારુઓ સફળ રહ્યા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. જેથી સ્થાનિકો હવે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો :Surat: ઉત્તરાખંડમાં સુરતીઓ અટવાયા ન હોવાની જાણથી હાલ રાહત, છતાં કંટ્રોલ રૂમ શરૂ

આ પણ વાંચો :Surat: સુરતથી સૌરાષ્ટ્ર માટે બુકિંગના પહેલા જ દિવસે 312 એસ.ટી. બસનું બુકીંગ, તંત્રને પણ 52 લાખની આવક

 

Next Article