SURAT: પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, 43 લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

|

Jan 24, 2021 | 9:10 AM

SURAT નજીક સચીન પલસાણા ટી પોઇન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરીની પાછળથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું

SURAT: પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, 43 લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

SURAT નજીક સચીન પલસાણા ટી પોઇન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરીની પાછળથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. બ્લોક નં.228, 229માં આવેલા જૂના ખંડેર બાંધકામવાળી ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી ડિઝલ-પેટ્રોલ ચોરી કરતા ચાર ઇસમોને 43 લાખથી વધુના મુદ્દામાલની સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે પોલીસે રેડ કરી
પોલીસે બાતમીને આધારે સચીન પલસાણા ટી પોઇન્ટ પાસેરેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે બોધાભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ નામનો ઇસમ તેના સાગરીતોની સાથે ભેગા મળીને હજીરા તરફથી આવતા ઇન્ડિયન ઓઇલ કંપની ટેન્કરમાંથી ડ્રાઈવરોની મિલીભાગતથી પેટ્રોલ અને ડિઝલની ચૌરી કરવાનું કૌભાંડ ચલાવતાં હતાં. સચીન પલસાણા ટી પોઇન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરીની પાછળ જુના ખંડેર બાંધકામવાળી ખુલ્લી જગ્યામાં આ કૌભાંડ ચાલી રહેલ છે અને હાલમાં પણ ઇન્ડીયન ઓઇલ કંપનીના બે ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડિઝલ કાઢવાનું કામ ચાલુ છે. આ બાતમી મળતા પોલીસે ટીમ બનાવી આયોજન કરી રેડ કરતા આરોપીઓને ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરી કરતા રંગે હાથ ઝડપ્યા હતાં.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ચાર ઈસમોની ધરપકડ, 43 લાખનો મુદ્દામાલ જપ્ત
ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીના આ કૌભાંડમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચાર લોકોમાં વ્યારાના સુરેન્દ્રકુમાર અજીતભાઇ ચૌધરી, ભાવનગરના વલ્લભીપુરના બોધાભાઇ ભરવાડ, ઉત્તરપ્રદેશના જોનપુરનો તુફાની હરીલાલ બિદ અને કલકત્તાના ઉત્તર ચોબીશ પરગના જીલ્લાના સુજાઉદીન અબ્દુલકલામને ધરપકડ કરી છે. પોલીસે આ ચાર આરોપીઓ પાસેથી ચોરીનું પેટ્રોલ-ડિઝલ ભરવાના ટીપણા, તેમાં ભરેલ પેટ્રોલ-ડિઝ , મોટા ગરણા અને વાહનો સહીત કુલ 43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Article