SURAT : ઘરેલું કંકાસમાં માતા-પુત્રીએ જીવ ખોયો, પતિનો બચાવ થયો

|

Oct 21, 2021 | 12:59 PM

રેખાબેને બુધવારે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. જેને લીધે સંજય ગભરાઈ ગયો હતો કે પત્નીએ આત્મહત્યા કરતાં તેને જેલ જવું પડશે તેમ માનીને તે પણ આત્મહત્યા કરવા માટે દીકરી જિયાને લઈને સવજી કોરાટ બ્રિજ પાસે ભવાની સોસાયટી નજીક ગયો હતો.

SURAT : ઘરેલું કંકાસમાં માતા-પુત્રીએ જીવ ખોયો, પતિનો બચાવ થયો
SURAT: Mother-daughter lost her life in domestic dispute, husband rescued

Follow us on

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સાવકી પુત્રીને માર મારવાના મામલામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીએ ઝેર પી લેતાં ગભરાઈ ગયેલા પતિને લાગ્યું કે જેલ જવું પડશે એવું માનીને પુત્રી સાથે કાપોદ્રા નજીક તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં માછીમારોએ આ યુવકને બચાવી લીધો હતો,પરંતુ માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બીજી બાજુ પત્નીનું પણ મોત નીપજ્યું હતું.

મૂળ જૂનાગઢના લીલવા ગામના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર સંજય ભાણજીભાઈ તળાવિયાની પહેલી પત્ની જલ્પા સાથે છૂટાછેડા થયા હતા. જલ્પાથી તેમને 7 વર્ષીય જિયા નામની દીકરી પણ હતી. જે પિતા સાથે રહેતી હતી. સંજયે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા બાદ જિયાના મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડો થઇ રહ્યો હતો.

જેને લીધે રેખાબેને બુધવારે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. જેને લીધે સંજય ગભરાઈ ગયો હતો કે પત્નીએ આત્મહત્યા કરતાં તેને જેલ જવું પડશે તેમ માનીને તે પણ આત્મહત્યા કરવા માટે દીકરી જિયાને લઈને સવજી કોરાટ બ્રિજ પાસે ભવાની સોસાયટી નજીક ગયો હતો. બ્રીજ પર સંજયે હૈયાફાટ રુદન કર્યા બાદ દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. અને જેમાં દીકરીનું મોત થયું હતું અને સંજયનો જીવ માછીમારોએ બચાવી લીધો હતો.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

આ દરમિયાન માછલી પકડવાની કામગીરી કરતા માછીમારો અને લોકોએ નદીમાં ડૂબતા સંજયને બચાવી લીધો હતો અને સંજયને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેણે કાપોદ્રા પોલીસને જણાવતા કહ્યું હતું કે, રેખા જીયાને મારતી હતી અને તેને લીધે તેમની વચ્ચે ખુબ જ ઝઘડા થતા હતા. જયારે રેખાબેનનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

મોડી સાંજે ફાયર બ્રિગેડને જીયાની લાશ મળી આવી હતી. કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માત મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે જણાવતા કહ્યું હતું કે, રેખાબેને ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. પત્નીના વિરહમાં સંજયભાઈએ તેની પુત્રીને સાથે લઈને તાપી નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં જીયા પુત્રીનું મોત નીપજ્યું હતું. અને સંજયભાઈનો જીવ માછીમારોને લીધે બચી ગયો હતો. અને હાલ સંજયભાઈની સરથાણા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે માતા-પુત્રીનાં મોત અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Article