Surat: ઓલપાડના પિંજરત ગામના ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસે ડુપ્લીકેટ રેમડેસીવીરનો જથ્થો ઝડપી પાડ્યો

|

May 03, 2021 | 8:00 PM

મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન પકડ્યા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના એક ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો.

Surat: ઓલપાડના પિંજરત ગામના ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસે ડુપ્લીકેટ રેમડેસીવીરનો જથ્થો ઝડપી પાડ્યો
Remdesivir - File Photo

Follow us on

Surat ના ઓલપાડના પિંજરત ગામના ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ દ્વારા રેડ કરી ડુપ્લીકેટ રેમડેશિવિરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદની તપાસ મોરબી પોલીસ ચલાવી રહી છે. પરંતુ સુરત શહેરમાંથી ક્રાઇમબ્રાન્ચ દ્વારા એક વ્યક્તિની 8 ઇન્જેક્શન સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઓલપાડના પિંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસીવીર બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને મોટા જથ્થાનો કબ્જો લીધો હતો. જોકે આ રેકેટના માસ્ટર માઈન્ડ કૌશલ વોરાએ જેને નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચ્યા હતા. તેને સુરત ક્રાઈમ બ્રાન્ચે અડાજણ પરશુરામ ગાર્ડન પાસે સી.એમ. રેસીડેન્સી પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને આઠ નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા.

મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન પકડ્યા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના એક ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્યાં દરોડો પાડ્યો તો, નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનું કારખાનું જ મળી આવ્યું હતું. ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા. પોલીસે મોટી માત્રામાં નકલી ઇન્જેક્શનનો જથ્થો, સ્ટીકર, બોટલો, ગ્લુકોઝ પાવડરની બેગો અને કાર, મોબાઈલ, ફોન, લેપટોપ, વજન કાંટા મળી કુલ રૂપિયા 2.73 કરોડ કબ્જે લીધા હતા. 6 વ્યક્તિની ધરપકડ કરી હતી. આ રેકેટમાં માસ્ટર માઈન્ડ અડાજણનો કૌશલ વોરા હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્જેક્શન કોભાંડ ઉપર બાજ નજર રાખવામાં આવતી હતી. જો કે આ વચ્ચે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ ને વધુ એક સફળતા મળી છે. પોલીસ દ્વારા અડાજણ વિસ્તારમાં રેહતા જયદેવસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી 8 ઇન્જેક્શન પણ મેળવી લેવામાં આવ્યા હતા. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જયદેવસિંહ ગોલ્ડ લે-વેચ કરતી કંપનીમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરે છે. જોકે આ નકલી ઇન્જેક્શન તેને કૌશલ વોરા પાસેથી મેળવ્યા હતા અને અગાઉ 134 લઈને કોરોના પેશન્ટના સગાંએ 126 ઇન્જેક્શન વેચી દીધા હોવાની પણ કબૂલાત કરી હતી. ઇન્જેક્શનના 3,500 ખરીદીને 4,500 રૂપિયામાં વેચી દેતો હોવાનું બહાર આવ્યું હતું.

શહેરમાં આફત ને અવસરમાં પલટવા માટે કેટલાક લોકો તૈયાર હોવાથી અનેક જગ્યાએ ઇન્જેક્શનોના કાળાબજાર અથવા તો ડુપ્લીકેટ ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ પણ આ મામલે હવે હરકતમાં આવી છે ત્યારે પોલીસ 10 દિવસમાં ઇન્જેક્શનને લઇ જયદેવ પાસેથી કેટલી માહિતી એકત્ર કરી શકે છે તે જોવાનું રહેશે ઉપરાંત ઇન્જેક્શન કોને આપ્યા છે અને તે દર્દીની શું હાલત છે. તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે ત્યારે હવે પોલીસ આ વ્યક્તિ દ્વારા વેચવામાં આવેલા 126 ઇન્જેક્શનની હિસ્ટ્રીની તપાસ કરી દર્દીઓના સગા પાસેથી દર્દીઓી સાચી માહિતી મેળવી શકશે કે તે અંગે કેટલી તપાસ થાય છે તે જોવાનું રહેશે.

 

Published On - 7:56 pm, Mon, 3 May 21

Next Article