Surat : ગોડાદરામાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાની હત્યાના ગુન્હામાં પતિ અને બનેવીની ધરપકડ

|

Apr 18, 2021 | 3:44 PM

એક ટ્રેન આવતા સોનલ કપાઈ ગઈ હતી, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. ચાર મહિના બાદ તપાસના અંતે હકીકત બહાર આવી કે

Surat : ગોડાદરામાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાની હત્યાના ગુન્હામાં પતિ અને બનેવીની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સુરતના ગોડાદરા વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં એક પરિણીતાને તેના પતિએ બનેવી સાથે મળીને માર મારી બેહોશ કરી રેલવે ટ્રેક પર નાખી હત્યા કરી હતી. બાદમાં જેતે સમયે લીંબયત પોલીસે આરોપી સાથે સેટિંગ કરી ગુનો નોંધ્યો ન હતો.બાદમાં ઉપરી અધિકારીઓ દ્વારા તપાસ કરતા હકીકત બહાર આવી હતું કે મહિલાની હત્યા કરવામાં આવી, બાદમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર પતિ અને બનેવીની ધરપકડ કરી છે.

સુરતના લીંબયત પોલીસ દ્વારા એક મહિલાની થયેલ હત્યા મામલે ભીનું સંકેલવા માટે પ્રયત્નો કર્યા હતા. અને આરોપી સાથે મળી રૂપિયાનો પણ વહેવાર કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે હત્યાનો ગુનો ન નોંધ્યો હતો અને માત્ર એડી તપાસ કરી હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત ઓક્ટોબરમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને તેના પતિએ બનેવી સાથે મળીને માર મારી બેહોશ કરી રેલવે ટ્રેક પર નાખી હત્યા કરી દીધી હતી.પણ લીંબયત પોલિસને આ બાબતે હકીકત ખ્યાલ હતો છતાં પણ હત્યાનો ગુનો નોંધાયો ન હતો અને ગોલમાલ કરી હતી. જ્યારે આ મહિલા ગુમ થયાની ફરિયાદના 10 દિવસ બાદ તે ઉના ખાતે રાજ પેલેસ હોટલમાં રોકાઈ હતી. ભાવેશના સંબંધીઓને આ બાબતે માહિતી મળતા કારમાં બેસાડી સોનલ અને તેના પ્રેમી પ્રવિણને સુરત લાવ્યા હતા. જે દિવસે ઉનાથી આવ્યા એ જ રાત્રે બાર વાગે ભાવેશ અને સોનલ વચ્ચે ઝગડો થતા તેણે કહ્યું કે તે પાછી પ્રવિણ સાથે ભાગી જશે. તેણીએ ભાવેશને મર્દાનગી બાબતે પણ મેણા માર્યા હતા. તેથી ઉશ્કેરાયેલા ભાવેશે સોનલનું માથું દિવાલ સાથે પછાડી દીધું હતું. જેથી તે  બેહોશ થઈ ગઈ હતી. ભાવેશને એમ હતું કે તે મરી ગઈ છે.

ચાર મહિના બાદ તપાસના અંતે  હકીકત આવી સામે
આમ સોનલની હત્યા થઈ ગઈ છે તેથી ભાવેશે બનેવી અશોક હડિયા સાથે મળીને સોનલને કારમાં નાંખીને દેવધ-દેલાડવા ફાટક પાસે રાત્રે બે વાગે લઈ જઈ ટ્રેક પર સુવડાવી દીધી હતી. રાત્રે એક ટ્રેન આવતા સોનલ કપાઈ ગઈ હતી. આમ જેતે સમયે મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જેના ચાર મહિના બાદ તપાસના અંતે અને ઉપરી અધિકારીઓ અને મીડિયાના દબાણે તપાસ કરી તો હકીકત બહાર આવી કે પતિ અને બનેવી સાથે મળી મહિલાની હત્યા કરવામાં આવી જેથી ઉચ્ચ અધિકારીઓ આદેશ બાદ સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આમ ગોડાદરામાં મહારાણા ચોક ખાતે શિવપાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ રામજી કલસરીયાની પત્ની સોનલ 24 ઓક્ટોબરે તેના પ્રેમી પ્રવિણ હડિયા સાથે નાસી ગઈ હતી. પરંતુ તેના પતિએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. છતાં પણ પોલીસે કોઈ તપાસ કરી ન હતી આખરે હત્યારા પતિ અને બનેવીની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે અહીં એ સાબિત થયું કે હકીકત ગમે ત્યારે બહાર આવે છે અને તેમાં પોલીસ હોય કે કોઈ પણ પાપ છાપરે ચડીને પોકારે જ છે.

Published On - 3:44 pm, Sun, 18 April 21

Next Article