Surat : ઓલપાડની બોલાવ જીઆઈડીસીમાં ધાડ પાડવાના ઇરાદે આવેલા ચાર શખ્સો ઝડપાયા

|

Jun 25, 2022 | 8:37 AM

કિમ પોલીસે (police) ક્રિષ્ના એગ્રો ઈન્ડસ્ટ્રીઝ પાસે ઝાહિદખાન પઠાણ, અશરફઅલી મુસીબતતઅલી, સલમાન અબ્દુલહસીદ ખાન અને મહંમદ ઉસમાન ઇરફાન શાહને પકડી લીધા હતા.

Surat : ઓલપાડની બોલાવ જીઆઈડીસીમાં ધાડ પાડવાના ઇરાદે આવેલા ચાર શખ્સો ઝડપાયા
ઓલપાડમાં ચાર ગુનેગારો ઝડપાયા

Follow us on

સુરત (Surat)શહેરની જેમ જિલ્લામાં પણ ગુનાખોરીનું (crime)પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ગુનેગારો પોલીસને (police) પડકાર ફેંકતા હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ બની રહ્યા છે. ત્યારે વધુ એક વાર સુરતની કિમ પોલીસે આરોપીઓ ધાડ લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલાં જ ટોળકી ને પકડી પાડી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં બોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિના સમય દરમ્યાન મહિન્દ્રા પિકઅપ બોલેરો ગાડી લઈ ધાડ પાડવા આવેલા ચાર આરોપીઓને કિમ પોલીસે ઝડપી લઈ તેમની પાસેથી કટર તેમજ હેકસો બ્લેડ સહિતની સામગ્રીઓ કબ્જે કરીને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ અંગે વધુ મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં બની રહેલા ધાડ-લૂંટ ચોરીના ગુના અટકાવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ કીમ પોલીસ મથકની ટીમ રાત્રિ પેટ્રોલીંગમાં હતી તે સમયે પોલીસને બાતમી મળી હતી કે, બોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિના સમય દરમ્યાન ફેક્ટરીમાં ધાડ પાડી ચોરી કરવા માટે એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં અંદાજિત પાંચેક વ્યક્તિઓ ફરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

બાતમીના આધારે પોલીસ સ્ટાફ બોલાવ જીઆઇડીસીમાં પહોંચી હતી. અને પોલીસની ગાડી જોઇ મહિન્દ્રા પિકઅપમાં આવેલા લૂંટારુઓ ભાગવાનો પ્રયત્ન કરે તે પહેલા જ પોલીસે પાંચ પૈકી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે તેમની સાથેનો એક આરોપી ભાગી છૂટ્યો હતો. પોલીસે આ આરોપીઓ પાસેથી તાળું તોડવાની કટર તેમજ હેકસો બ્લેડ તેમક મહિન્દ્રા પિકઅપ કાર કબ્જે લીધી હતી. તેમના વિરૂદ્ધ કીમ પોલીસ મથકમાં ધાડ લૂંટના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કિમ પોલીસે ક્રિષ્ના એગ્રો ઈન્ડસ્ટ્રીઝ પાસે ઝાહિદખાન પઠાણ, અશરફઅલી મુસીબત અલી, સલમાન અબ્દુલહસીદ ખાન અને મહંમદ ઉસમાન ઇરફાન શાહને પકડી લીધા હતા. જ્યારે બચ્ચુ વકીલ નામનો એક આરોપી ભાગી છૂટ્યો હતો તેને વોન્ટેડ જાહેર કર્યો છે. લૂંટના ઇરાદે આવેલા અને પોલીસના હાથે પકડાયેલાં આ ચારેય આરોપીઓ ભરૂચનાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પકડાયેલા ચાર આરોપીઓ ફેકટરીમાં ધાડ પાડવાના ઇરાદે આવ્યા હતા. સીસીટીવી કેમેરા તોડીને તેઓ ધાડ પાડવાની તૈયારી જ કરી રહ્યા હતા, તેઓ આ ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે આ ટોળકી ને પકડી પાડી છે. હજી એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ- સુરેશ પટેલ, ઓલપાડ

Published On - 8:32 am, Sat, 25 June 22

Next Article