Surat: ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શન કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત

|

Mar 16, 2022 | 10:13 AM

રેમડેસિવીરના અંદાજે 10,000 કરતા પણ વધુ નકલી વાયલ બનાવીને વેચનાર મુખ્ય સૂત્રધાર સુરતના કૌશલ વોરા અને પુનિત શાહની સંપત્તિ પણ હવે ઈડીએ ટાંચમાં લીધી છે.

Surat:  ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શન કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત
ED seizes Rs 1 crore 4 lakh assets of accused in duplicate remedivisor injection scam

Follow us on

સુરત (Surat)ના ઓલપાડના પીંજરતમાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શન (Duplicate Remdesivir injection)કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી (Accused) સામે EDએ ગાળિયો કસ્યો છે. ડુપ્લીકેટ ઇન્જેક્શનમાં પકડાયેલા આરોપીની સંપત્તિ જપ્ત કરાઈ છે. EDએ આરોપીની રુપિયા 1.4 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

દેશનું સૌથી મોટુ રેકેટ ઝડપાયુ હતુ

ભારતમાં જે રીતે કોરોનાકાળમાં આફતનો માહોલ જોવા મળે છે, આફતને અવસરમાં બદલવા ગયેલા ગુજરાતના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે રેમડેસિવીર ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપાયુ હતુ. એક ફાર્મહાઉસમાંથી દેશનું સૌથી મોટું બનાવટી રેમડેસિવીર ઇન્જેક્શનનું રેકેટ ઝડપી લેવાયું હતું. જો કે હવે રેમડેસિવીરના અંદાજે 10,000 કરતા પણ વધુ નકલી વાયલ બનાવીને વેચનાર મુખ્ય સૂત્રધાર સુરતના કૌશલ વોરા અને પુનિત શાહની સંપત્તિ પણ હવે ઈડીએ ટાંચમાં લીધી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

રૂ. 1.04 કરોડની સંપત્તિ જપ્ત

કોરોનાની બીજી લહેરમાં નકલી ઈન્જેક્શન વેચનાર આ બંને સૂત્રધારોની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રૂ. 1.04 કરોડની સંપત્તિ જપ્ત કરી હોવાની માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આપી છે. વોરાના પાસેથી રૂ. 89.20 લાખ રોકડા મળી આવ્યા હતા અને શાહ પાસેથી રૂ.11.50 લાખ રોકડ અને બેન્કમાં 3.92 લાખની થાપણો મળી આવી હતી. ઈડીએ આ તમામ સંપત્તિ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો ?

કોરોનાકાળમાં જડીબુટી બનેલ રેમડેસિવીરનો આ બંને આરોપીઓએ કાળો ધંધો શરૂ કર્યો હતો. મધ્યપ્રદેશ રાજસ્થાનમાં નકલી 10,000થી વધુ વાયલ વેચનાર કૌશલ વોરા અને તેના સાગરીત પુનિત શાહનું કૌભાંડ બહાર આવી ગયુ હતુ અને જુન 2021માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના ઓલપડમાં તાલુકાના પિંજરત ગામે એક ફાર્મહાઉસમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસિવીર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા. મોતના સોદાગરોની આ ફેક્ટરીમાં મે માસમાં પોલીસે દરોડા પાડી જ્યારે આ બંનેને પકડ્યા ત્યારે તેમની પાસેથી વધુ 60,000 ડુપ્લીકેટ ઈન્જેક્શન બની રહે તેટલી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો-

Ahmedabad: એક પોળનો પરિવાર ઘરમાં AC હોવા છતા નથી કરી શકતો ઉપયોગ, જાણો એવુ શું કારણ છે તેની પાછળ?

આ પણ વાંચો-

ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

Next Article