Surat: ECO સેલ ડુપ્લીકેટ શુઝનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, જાણો સમગ્ર વિગત

|

Apr 17, 2022 | 5:18 PM

શહેર ક્રાઈમ બ્રાન્ચની (Surat Crime Branch) આર્થિક ગુના નિવારણ શાખાએ ભાગળ કાંસકીવાડની ઝેન ફુટવેર નામની દુકાનમાં રેડ કરીને બ્રાન્ડેડ કંપનીના 26.15 લાખના ડુપ્લીકેટ શુઝ કબજે કર્યા હતા. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat:  ECO સેલ ડુપ્લીકેટ શુઝનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, જાણો સમગ્ર વિગત
ફોટો - આરોપી

Follow us on

Surat: શહેર ક્રાઈમ બ્રાન્ચની (Surat Crime Branch) આર્થિક ગુના નિવારણ શાખાએ ભાગળ કાંસકીવાડની ઝેન ફુટવેર નામની દુકાનમાં રેડ કરીને ત્યાં દિલ્હીથી વગર બિલે રોકડમાં ડુપ્લીકેટ શૂઝ ખરીદી પોતાનો નફો ચઢાવી બ્રાન્ડેડ કંપનીના શુઝના નામે વેચતા દુકાનદારને ઝડપી પાડી બ્રાન્ડેડ કંપનીના 26.15 લાખના ડુપ્લીકેટ શુઝ કબજે કર્યા હતા. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત ઇકો સેલના પીએસઆઈ સાગર પ્રધાનને બાતમી મળી હતી. જેના આધારે ઇકો સેલના એસીપી વી કે પરમાર અને પીઆઇ બલોચની સૂચના આધારે આર્થિક ગુના નિવારણ શાખાએ ભાગળ કાંસકીવાડ ચાર રસ્તા ગજ્જર બિલ્ડીંગ સીપ કોલ્ડ્રીકસની બાજુમાં ઝેન ફુટવેર નામની શુઝની દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાંથી તેમજ દુકાનની બાજુમાં ઈકરા ટાવરા બિલ્ડીંગના બીજા માળે આવેલા ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી જુદીજુદી બ્રાન્ડેડ કંપનીના 26.15 લાખની કિંમતના 1046 નંગ શુઝ મળ્યા હતા. આર્થિક ગુના નિવારણ શાખાએ દુકાનદાર સરફરાજ યુસુફ્રભાઇ અડવાણીની ધરપકડ કરી હતી.

તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે દિલ્હી ગુરુદ્વારા કરોલબાગ ગલી નં.13 ખાતે હોલસેલનો વેપાર કરતા નાગપાલ ઉર્ફે રિન્કુ તથા શેખર પાસેથી વગર બિલે રોકડમાં ડુપ્લીકેટ શૂઝ ખરીદી પોતાનો નફો ચઢાવી બ્રાન્ડેડ કંપનીના શુઝના નામે પોતાની દુકાનમાં વેચતો હતો. આ અંગે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધી દુકાનદાર સરફરાજ અડવાણીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આમતો સુરતમાં આવા ડુપ્લીકેટ વસ્તુઓ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે થોડા વર્ષ પહેલાં CID ક્રાઇમ ની અલગ અલગ ટિમો દ્વારા સતત રેડો કરવામાં આવતી હોતી પણ છેલ્લા ઘણા સમયથી ડુપ્લીકેટ વોચ કે કપડાં કે સૂઝમાં રેડ કરવાં આવતી ન હતી તે પણ એક પ્રશ્ન ઉઠ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-12-2024
Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

આ પણ વાંચો: Defense Recruitment 2022: રક્ષા મંત્રાલયે દ્વારા 24 જગ્યા માટે બહાર પાડવામાં આવી ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: CBSE single board exam: CBSE બોર્ડની પરીક્ષા આગામી સત્રથી માત્ર એક જ વાર લેવામાં આવશે, જાણો કેવો રહેશે 10-12નો અભ્યાસક્રમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article