SURAT : યુવતીઓ અને મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલનાર મુંબઈના આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

|

Jul 10, 2021 | 10:42 PM

આ આરોપી મુંબઈના સંગઠિત ગુન્હેગારી નિયંત્રણ અધિનિયમના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ભાગતો ફરતો હતો. સુરતમાં છેલ્લા 10 દિવસ થી રહેવા માટે આવ્યો હતો. નેપાળ ખાતેથી સુરતમાં આવતાની સાથે પોલીસે આ આરોપીને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.

SURAT : યુવતીઓ અને મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલનાર મુંબઈના આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
Surat Crime Branch nabs Mumbai accused

Follow us on

SURAT : દેશના અલગ અલગ રાજ્યોમાં છોકરીને ફોસલાવીને બીજા રાજ્યોમાં લઈ જઈને તેમને દેહવ્યાપાર કરાવવામાં આવતા હોવાના કિસ્સા સતત સામે આવતા હોય છે. અથવા તો મહિલાઓને કે છોકરીઓને કોઈ વાતોમાં ભોળવીને બોલાવીને અજાણ્યા વ્યક્તિઓને વેચવાના કિસ્સાઓ પણ અગાઉ સામે આવી ચુક્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) પોલીસે આ ગુનામાં ગુનાહિત ઇતિહાસ ધરવતા અને છેલ્લા ચાર વર્ષથી ભગતા ફરતા મુંબઈના આરોપીને ઝડપી પાડ્યો છે.

ચાર વર્ષથી ભાગતો ફરતો હતો આરોપી
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપેલા આ ઇસમનું નામ શિવા રામકુમાર ચૌધરી છે, જેને ઇચ્છપોર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ છે અને પોલીસને હકીકત એવી મળી હતી કે આ આરોપી મુંબઈના સંગઠિત ગુન્હેગારી નિયંત્રણ અધિનિયમના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ભાગતો ફરતો હતો. સુરતમાં છેલ્લા 10 દિવસ થી રહેવા માટે આવ્યો હતો. નેપાળ ખાતેથી સુરતમાં આવતાની સાથે પોલીસે આ આરોપીને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.

દેશના અલગ અલગ રાજ્યોમાં ચલાવતો હતો નેટવર્ક
આ આરોપીના ઇતિહાસની વાત કરવામાં આવે તો મુંબઈ નહિ પણ દેશભરના અલગ અલગ રાજ્યોમાં આ ગેંગનું નેટર્વક ચલાવવામાં આવતું હતું અને ભારત બહારથી પણ છોકરીઓ કે મહિલાઓને લાવીને તેમની પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દેશ-વિદેશમાંથી લાવતો હતો છોકરીઓ
આ ગેંગનો મુખ્ય આરોપી અને એજન્ટ કૃષ્ણસિંગ સુરેન્દ્રસિંહ તેના બીજા એજન્ટ સાથે મળીને રશિયન છોકરી, દિલ્લી, નેપાળ તેમજ દેશના અલગ અલગ રાજ્યોમાંથી છોકરીઓ લાવી તેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી ઉપરાંત આરોપીઓની ટીમ દ્વારા ઓનલાઇન વેબસાઈટ અને ઈન્ટરનેટના માધ્યમથી અલગ અલગ ગ્રુપમાં છોકરીઓના ફોટો મોકલવામાં આવતા હતા અને ગ્રાહકો પાસે રૂપિયા લેવામાં આવતા હતા.

પકડાયેલો આરોપી મુખ્ય એજન્ટ છે
પકડાયેલ આરોપી શિવા રામકુમાર ચૌધરી આ ટીમમાં એજન્ટ તરીકેની ભૂમિકા ભજવતો હતો. હાલમાં આ પકડાયેલ આરોપી નેપાળ ખાતે રહેતો હતો પણ મામલો થોડો શાંત થતાની સાથે સુરતમાં 10 દિવસ પહેલા જ આવ્યો. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો આ દેશવ્યાપી દેહવ્યાપારના મોટા નેટર્વકનો પર્દાફાશ થવાની સાથે અનેક મહિલાઓની જિંદગી બચી જાય એમ છે.

આ પણ વાંચો : MUMBAI : કિન્નરે 3 મહિનાની બાળકીનું અપહરણ કરી કાદવમાં ડુબાડી મોતને ઘાટ ઉતારી, હત્યાનું ચોંકાવનારુ કારણ

Next Article