SURAT : પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી, પોલીસે આરોપી વિરૂદ્ધ મજબૂત પુરાવા રજુ કર્યા

|

Dec 16, 2021 | 12:55 PM

સુરતમાં દુષ્કર્મ કેસમાં ત્રીજા આરોપીને પણ ફાંસીની સજા.પાંડેસરામાં દસ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની વાતે ફોસલાવી લઇ ગયા બાદ બળાત્કાર ગુજારી હત્યા કરનારા યુવકને અત્રેની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

SURAT : પાંડેસરામાં 10  વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી, પોલીસે આરોપી વિરૂદ્ધ મજબૂત પુરાવા રજુ કર્યા
પાંડેસરા બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને સજા

Follow us on

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020ના રોજ પોતાના ઘર પાસે રમતી 10 વર્ષની બાળકી અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. ત બાળકીના પરિવારને ફરિયાદ આપતાં પાંડેસરા પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં એ બાળકી ઉધના BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી પાસે આવેલ ઝાડીઓમાં મૃત હાલતમાં મળી આવી હતી.

પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો લઇ હત્યાનો ગુનો નોંધ્યો હતો. FSL રીપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે બાળકી ઉપર રેપ પણ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ પોલીસે આ મામલે આરોપી દિનેશ બૈસાણેની ધરપકડ કરી હતી. આરોપીએ જણાવ્યુ હતુ કે, દુષ્કર્મ કર્યા બાદ તેને બાળકીએ આંગળીમાં બચકુ ભર્યુ હતું, જેથી આરોપી રોષે ભરાઇને બાળકીના માથાના ભાગે ઈટ મારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો.

પોલીસે બાત્કાર, હત્યા કેસમાં તપાસ પૂર્ણ કરી દિનેશ સામે 21 ડિસેમ્બર 2020ના રોજ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. સુરતના પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યામાં પાંડેસરા પોલીસે 36 જેટલા સાક્ષીઓની 250 પાનાંની ચાર્જશીટ CCTV ફૂટેજ, DNA વગેરે પ્રુફ સમાવેશ કરી ત્યારબાદ ફક્ત 13 દિવસની અંદર એટલે કે 21 ડિસેમ્બરના રોજ પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ હતી.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

10મી ડિસેમ્બરે આ કેસમાં સુનાવણી પૂર્ણ થઇ હતી. 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે સુરતના સેકેંડ એડિશનલ જજ એન. કે. અંજારીયાએ આરોપી દિનેશ બૈસાણને દોષીત જાહેર કર્યો હતો. દિનેશ વિરુદ્ધમાં ઇન્ડિયન પીનલ કોડ મુજબ 302, 376-AB, 363, 366 વગેરે કલમ મુજબ ગુન્હો નોંધાયો હતો. આ બધી જ કલમ કહો કે આરોપો કોર્ટ સમક્ષ સાબિત કરવામાં સરકાર પક્ષને સફળતાં મળી હતી અને આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યો. ત્યારબાદ સજાની સુનાવણી 16મી ડિસેમ્બરે કરવા કહી કોર્ટે છેલ્લી મુદત પાડી હતી.

સરકારી વકીલ નયન સુખડવાલએ જણાવ્યુ હતુ કે, “આખા કેસમાં જે રીતે આરોપી બાળકીને લઈને જઈ રહ્યો હતો, તે CCTVથી લઈને બનાવ વાળી જગ્યા ઉપર દુષ્કર્મ-હત્યાનું જઘન્ય કૃત્ય થયું તો ત્યાંથી જેટલા પણ એવિડન્સ મળ્યા જે એક પછી એક આરોપી વિરુદ્ધના હતા. તે તમામ પ્રકારના એવિડન્સ અમે કોર્ટમાં પ્રુફ કર્યા. એની અંદર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્વનો હતો. પોસ્ટ મોર્ટમ અને DNAના આધારે અમે નક્કી કર્યુ કે, બાળકી ઉપર દુષ્કર્મ પણ કરવામાં આવ્યુ છે. આ ખૂબ જ ગંભીર પ્રકારની હત્યા કહી શકાય છે,

કારણકે દુષ્કર્મ કર્યા બાદ જે રીતે બાળકીની હત્યા કરવામાં આવી તે ખૂબ જ ગંભીર પ્રકારની હતી. બાળકીના માથા અને આખોમાં ગંભીર ઈજાઓ હતી. દિનેશે તેની માતાને દવાખાને લઇ જવાની હતી. જો કે તેણીને તકલીફમાં છોડી દિનેશે બાળકી સાથે આ હેવાનિયત ભરેલું કૃત્ય કર્યું હતું. 16મી તારખે કોર્ટે દિનેશ બૈસાણેને ફાંસીની સજા ફટકારી હતી. આ સાથે જ આ ત્રીજો એવો કેસ થયો કે જ્યાં માસૂમ બાળકીના બળાત્કારી હત્યારાઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય.

 

 

 

 

 

 

Published On - 12:34 pm, Thu, 16 December 21

Next Article