Surat: બેંક લૂંટનો મામલો, 4 દિવસ બાદ પણ ત્રણેય લૂંટારુઓ પોલીસ રડારથી દૂર

|

Oct 16, 2021 | 6:05 PM

તમંચાની અણીએ બેન્કના છ જેટલા કર્મચારીઓને તેઓએ બંધક બનાવ્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

Surat: બેંક લૂંટનો મામલો, 4 દિવસ બાદ પણ ત્રણેય લૂંટારુઓ પોલીસ રડારથી દૂર

Follow us on

બારડોલીના મોતા ગામે સુરત ડીસ્ટ્રીકટ કોઓપરેટીવ બેંકમાં ધોળે દિવસે થયેલી લૂંટની (Loot) ઘટનામાં સ્થાનિક પોલીસ સહિત જિલ્લા એલસીબીની ટીમો ચાર દિવસ બાદ પણ અંધારામાં ફિફા ખાંડી રહી છે. ધોળે દિવસે બેન્કના છ કર્મચારીઓને બાનમાં લઈને 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવનારા ત્રણેય લૂંટારુઓ હજી સુધી પોલીસને હાથતાળી આપીને ભાગતા ફરવામાં સફળ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે પોલીસની કામગીરી સામે સ્થાનિકોમાં પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. 

 

બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી સુરત ડીસ્ટ્રીકટ કો. ઓપરેટરીવ બેંકમાં ત્રણ લૂંટારાઓ ઘુસી ગયા હતા. આ ત્રણેય શખ્સો પૈકી બે લૂંટારા પાસે તમંચા હતા. તમંચાની અણીએ બેન્કના છ જેટલા કર્મચારીઓને તેઓએ બંધક બનાવ્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

બારડોલી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય લૂંટારુઓ એક જ બાઈક પર સવાર થઈ બેંકમાં પહોંચ્યા હતા. બપોરે એક વાગ્યાના સુમારે જ્યારે બેંકમાં ગ્રાહકોની સંખ્યા નહિવત હતી, ત્યારે ત્રણેય અંદર પ્રવેશ્યા અને ગોળી મારવાની ધમકી આપી અને દરેકને કેશ કાઉન્ટર છોડી દેવાનો આદેશ આપ્યો. પૈસા ઉપાડવા માટે મેનેજરને એક કે બે થપ્પડ પણ મારી હતી. આ પછી લોકરમાં રાખવામાં આવેલી કુલ રોકડ રૂપિયા 10.40 લાખ લૂંટીને ફરાર થઈ ગયા.

 

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ચેક કરતા લૂંટારાઓ 15 જ મિનિટમાં લૂંટને અંજામ આપીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. જોકે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

 

ચાર દિવસ પહેલા થયેલી આ ઘટનામાં લૂંટારુઓનું પગેરું શોધવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી લૂંટારુઓ પોલીસની રડારથી દૂર હોવાનું જણાઈ રહ્યું છે. લૂંટની આ ઘટના બાદ પોલીસ દ્વારા બેન્કના મેનેજર સહિતના સ્ટાફના નિવેદન લીધા બાદ સીસીટીવી કેમેરાના આધારે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં પોલીસને હાથતાળી આપવામાં લૂંટારુઓ સફળ રહ્યા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. જેથી સ્થાનિકો હવે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

 

આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે

આ પણ વાંચો: Surat: બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ, CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો

Next Article