Surat : પલસાણાની જે.ડી.રેસ્ટોરન્ટમાં હથિયારીધારી શખ્સો દ્વારા હુમલો અને લૂંટ, આરોપીઓ ફરાર

|

Jun 26, 2021 | 7:30 PM

Surat : પલસાણા તાલુકાનાં હાઇવેની બાજુમાં આવેલ જે.ડી.રેસ્ટોરન્ટમાં હુમલો થયો હતો. ગતરોજ 15થી વધુ વ્યક્તિના ટોળાં મોકલી લાકડી તેમજ છૂટા પથ્થરો વડે હોટલ ઉપર અચાનક હુમલો કરી લૂંટ ચલાવી.

Surat : પલસાણાની જે.ડી.રેસ્ટોરન્ટમાં હથિયારીધારી શખ્સો દ્વારા હુમલો અને લૂંટ, આરોપીઓ ફરાર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Surat : જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર પાટીયા નજીક નેશનલ હાઇવેની બાજુમાં આવેલ જે.ડી.રેસ્ટોરન્ટમાં હુમલો થયો હતો. ધવલ અકબરી નામના યુવાને જૂની અદાવત રાખી ગતરોજ 15થી વધુ વ્યક્તિના ટોળાં મોકલી લાકડી તેમજ છૂટા પથ્થરો વડે હોટલ ઉપર અચાનક હુમલો કરી લૂંટ ચલાવી હતી. જે મામલે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર કેસ ?

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ખાતે નેશનલ હાઇવે 48 ઉપર આવેલ જે.ડી. રેસ્ટોરન્ટ ઉપર ગતરોજ હુમલો અને લૂંટની ઘટના બની હતી. જેમાં ધવલ અકબરીએ જૂની અદાવત રાખીને 15થી વધુ લોકોનું ટોળું મોકલીને હોટલના કર્મચારી સ્ટાફ અને અન્ય લોકો કઈ સમજે તે પહેલા જ હોટલ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. તેમજ લાકડીના ફટકા તેમજ લોખંડના પાઇપ લઈ હોટલમાં પ્રવેશ કરી ફર્નિચરની પણ તોડફોડ કરી હતી. આ દરમ્યાન તેમણે કાઉન્ટરમાંથી 50 થી 60 હજાર રોકડા તેમજ એક સોનાની ચેઇન અને ત્રણ મોબાઈલ થઈને 1 લાખથી વધુની લૂંટ પણ ચલાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં થયેલ તોડફોડ બાદ પલસાણા પોલીસ સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

શું છે હુમલાનું કારણ ?
જે.ડી.રેસ્ટોરન્ટમાં ચાર દિવસ અગાઉ ધવલ અકબરી એક સગીર વયની યુવતી સાથે આવ્યો હતો. અને હોટલમાં રૂમની માંગણી કરી હતી. જોકે હોટલના સ્ટાફે યુવતીની ઉંમર 18 વર્ષની નીચે હોવાથી રૂમ ભાડે આપવાની ના પાડી હતી. જેથી આ યુવાને ધમાલ શરૂ કરી હતી. ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો.ધવલ અકબરીએ બોમ્બેથી 15 થી વધુ ટોળું બોલાવી હોટલમાં તોડફોડ કરી હતી. જે સમગ્ર દ્રશ્ય સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા હતા. સીસીટીવીના આધારે પલસાણા પોલીસે ધવલ અકબરી તેમજ તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની દિશામાં તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ હાલ પલસાણા પોલીસ તેમજ સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે જે.ડી. હોટેલમાં તમામ હુલ્લડ કરનારને ઝડપી પાડવાનો દોર શરૂ કર્યો છે.

Next Article