Surat: જાહેરમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા, પોલીસ પેટ્રોલિંગ પર સવાલ

|

Jan 23, 2021 | 7:43 AM

સુરત શહેરમાં પાંડેસરા હાઉસિંગમાં મોડી રાત્રે એક યુવાનને જાહેરમાં ચપ્પુના 5 ઘા મારી પતાવી દેવાતા ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગ સામે...

Surat: જાહેરમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા, પોલીસ પેટ્રોલિંગ પર સવાલ

Follow us on

Surat શહેરમાં પાંડેસરા હાઉસિંગમાં મોડી રાત્રે એક યુવાનને જાહેરમાં ચપ્પુના 5 ઘા મારી હત્યા કરી દેવાતા પોલીસ પેટ્રોલિંગ સામે પ્રશ્નો ઉભા થયા છે. મૃતક હાર્દિક ગોંડ મહારાષ્ટ્રનો રહેવાસી અને મજૂરીકામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પાંડેસરા પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાંડેસરાની જીવનદીપ સોસાયટીમાં રહેતા અનંત ઉર્ફે ડી.એમ.વિષ્ણુ પાંડેનો તા. 31 ડિસેમ્બરના રોજ બર્થ ડે હોવાથી તેના મિત્ર હાર્દિક અનિલ ગવલી સાથે તેઓ આર્વિભાવ સોસાયટી ખાતે જઇ રહ્યા હતા. આર્વિભાવ સોસાયટીમાં હાર્દિકના માસીના દીકરા મુકેશ ઉર્ફે મુખીયા સાથે કેક કાપી ઉજવણી કરવાના હતા. પરંતુ રસ્તામાં હાર્દિક અને અનંતને કૃણાલ ઉર્ફે મુન્ના ગેરેજ સન્યાસી નાહક મળ્યો હતો અને તેણે અનંત પાસે બર્થ ડે પાર્ટી માંગી હતી. પરંતુ અનંતે મારી પાસે પૈસા નથી એમ કહેતા કૃણાલે અનંતનો મોબાઇલ લઇ લીધો હતો અને પાર્ટી આપશે ત્યારે મોબાઇલ આપીશ એમ કહી ચાલ્યો ગયો હતો. દરમિયાનમાં હાર્દિકના ભાઇ મનોજ ઉર્ફે મનીયાએ બર્થ ડે વીશ કરવા અનંતને ફોન કરતા કૃણાલે રિસીવ કર્યો હતો. બંને વચ્ચે વાતચીતમાં તું કોણ બોલે છે એમ કહેતા ઝઘડો થયો હતો. કૃણાલે મનોજને એલઆઇજી કવાટર્સના પંચવટી બિલ્ડીંગમાં બોલાવી મનોજને માર માર્યો હતો. પરંતુ હાર્દિક અને અનંતે મનોજને બચાવી લીધો હતો અને કૃણાલે મનોજ કે હાર્દિક હવે પંચવટીમાં દેખાશે તો જીવતા છોડીશું નહીં તેવી ધમકી આપી હતી

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગત રાત્રે હાર્દિક અને અનંત પંચવટીમાં ગયા હતા ત્યારે કૃણાલ અને તેનો મિત્ર અમિત ઉર્ફે મુચ્છી, ટુન્ના સંન્યાસી નાહક તથા વિશાલ ઉર્ફે લાલુ ધીરૂભાઇ પટેલએ છરા વડે હાર્દિક પર હુમલો કરી ગળા, છાતી, હાથ અને પીઠના ભાગે અને હાર્દિકને બચાવવા જતા તેને પણ હાથમાં ઇજા પહોંચાડી હતી. બુમાબુમ થતા કૃણાલ અને તેના મિત્રો ભાગી ગયા હતા. હાર્દિકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ દોડી ગઇ હતી અને ત્યાં હાર્દિકનું સારવાર દરમ્યાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

Published On - 7:43 am, Sat, 23 January 21

Next Article