Surat: સોશિયલ મીડિયામાં સ્ત્રીની આઈડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી 16 લાખ ખંખેર્યા, પોલીસે 6 આરોપીની કરી ધરપકડ

|

Jan 10, 2023 | 11:21 PM

સુરતના વરાછામાં એક યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હતો. આરોપીઓએ સ્ત્રીની આઈડી બનાવી યુવકને ફસાવ્યો અને ત્યારબાદ ડુપ્લીકેટ પોલીસ અને પત્રકાર બની યુવક પાસેથી 16 લાખ રૂપિયા ખંખેર્યા હતા. ફરિયાદને આધારે વરાછા પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર 6 આરોપીની ધરપકડ કરી છે.

Surat: સોશિયલ મીડિયામાં સ્ત્રીની આઈડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી 16 લાખ ખંખેર્યા, પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
હનીટ્રેપ

Follow us on

સુરતના વરાછામાં હનીટ્રેપની ઘટનામાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વરાછાના યુવકને સોશિયલ મીડિયામાં સ્ત્રીની આઈડી બનાવીને ફસાવ્યો હતો. બાદમાં અન્ય યુવતી પાસે વીડિયો કોલ કરાવી ફરિયાદીને મળવા બોલાવ્યો હતો. જે દરમિયાન આરોપીઓની ગેંગએ યુવકને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને માર પણ માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ડુપ્લીકેટ પોલીસ અને પત્રકાર બની યુવક પાસેથી રૂ.16 લાખ ખંખેર્યા હતા. યુવકે કંટાળી વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ વરાછા પોલીસે 6 આરોપીની ધરપકડ કરી 5 લાખની રોકડ રકમ જપ્ત કરી છે અને અન્ય આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકને હનીટ્રેપમાં ફસાવી 16 લાખ પડાવ્યા

સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હતો. Facebookના માધ્યમથી યુવક એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે વીડિયો કોલ પર વાતો કરવામાં આવતી હતી. યુવતી બનીને યુવક સાથે વીડિયો કોલ પર અશ્લિલ હરકતો કરવામાં આવતી હતી. યુવકને વીડિયો કોલ કરી એકલામાં ઘરે મળવા બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. તેની વીડિયો કોલનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાનું જણાવી હનીટ્રેપ કરી યુવકને બદનામ કરવાનો ડર બતાવી રૂપિયાની માંગ કરવામાં આવી હતી. હનીટ્રેપનો ભોગ બનેલા યુવક પાસેથી 16 લાખથી વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર 6 આરોપીની કરી ધરપકડ

વરાછા પોલીસે હનીટ્રેપ કરીને લોકો પાસે રૂપિયા પડાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે કુલ છ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. યુવક હની ટ્રેપનો શિકાર બન્યા હોવાની જાણ પોલીસને થતા પોલીસે આ આખા નેટવર્કને ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે facebook આઇડી પરથી વાત કરનાર મહિલા, સહિત કુલ પાંચ જેટલા લોકોની સંડોવણી હતી તે તમામને ઝડપી પાડયા હતા.પોલીસે ઉત્પલ પટેલ, અરવિંદ મુંજપરા , સંગીતાબેન મુંજપરા, ભાવનાબેન રાઠોડ અને અલકાબેન ગોંડલીયા મળી પોલીસે બે પુરુષ અને ચાર મહિલા સહિત છ જણની ધરપકડ કરી તેમની પાસેથી 5.70 લાખ રોકડા સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ગેંગ દ્વારા યુવક પાસેથી શરૂઆતમાં 7.50લાખ રૂપિયા માંગી પડાવી લેવામાં આવ્યા હતા. રૂપિયા આપ્યા બાદ યુવક એવું માની રહ્યો હતો કે તે આ બધા ઝંઝટમાંથી છુટકારો મેળવી લીધો છે. પરંતુ ખરેખર તેમ થતું નહીં. થોડા સમય બાદ યુવક પાસે એક વ્યક્તિ નકલી પોલીસ બનીને આવ્યો હતો. અને આ સમગ્ર ઘટનાની પોતાને જાણ થઈ ગઈ હોવાની તેણે જાણ કરી હતી. પોલીસ સુધી આ વાત ન પહોંચાડવી હોય તો પોલીસ બનીને આવેલા નકલી પોલીસ કર્મચારી દ્વારા નવ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આમ પહેલા બદનામ કરવાના ડરે મહિલા અને તેના નકલી પતિએ 7.50 લાખ અને નકલી પોલીસે 9 લાખ મળી યુવક પાસેથી કુલ 16.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

Next Article