ગુજરાત ATSને મોટી સફળતા, DON દાઉદ ઇબ્રાહિમ અને અબુ સાલેમના સાગરિતની ધરપકડ

|

Dec 27, 2020 | 3:02 PM

ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. ATSએ 25 વર્ષથી ફરાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના સાગરિત અબ્દુલ મજીદ કુટ્ટીની ઝારખંડથી ધરપકડ કરી છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત […]

ગુજરાત ATSને મોટી સફળતા, DON દાઉદ ઇબ્રાહિમ અને અબુ સાલેમના સાગરિતની ધરપકડ

Follow us on

ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. ATSએ 25 વર્ષથી ફરાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના સાગરિત અબ્દુલ મજીદ કુટ્ટીની ઝારખંડથી ધરપકડ કરી છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આરોપીનું દાઉદ ઇબ્રાહિમ કનેક્શન

વર્ષ 1996માં અબ્દુલ મજીદ કુટ્ટી દાઉદ ગેંગ સાથે સક્રિય હતો. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન આતંકવાદ અને ભાંગફોડની પ્રવૃત્તિને અંજામ આપવા માટે પાકિસ્તાનની એજન્સીના ઈશારે દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનથી ગુજરાતમાં હથિયારો પહોંચાડવાનું કાવતરું ઘડ્યું હતું. તે વખતે ગુજરાતમાં હથિયારો પહોંચાડવામાં હાલ પકડાયેલા આરોપી અબ્દુલ મજીદ કુટ્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અબુ સાલેમ સાથે પણ સાંઠગાંઠ

અબ્દુલ મજીદ તે સમયે દુબઈમાં અબુ સાલેમ સાથે સંકળાયેલો હતો.. અને અબુસાલેમના કહેવાથી જ તેણે ગુજરાતમાં હથિયારો પહોંચાડ્યા હતા. અગાઉ મોહમદ ફઝલ, કુરેશી અને શકીલ નામના આરોપીની ધરપકડ બાદ અંડરવર્લ્ડ ડૉન દાઉદે આ કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. તે સમયે અબ્દુલ ભારત છોડીને બેંગકોક જતો રહ્યો હતો. ત્યારબાદ તે ફરી એકવાર ભારત આવ્યો હતો. અને મોહમ્મદ કમાલ નામની નવી ઓળખ સાથે એજન્ટ મારફતે પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યારબાદ તે મલેશિયામાં રહેતો હતો અને ત્યાં જુદા જુદા સ્મગલિંગનો ધંધા કરતો હતો. અને મે 2019માં જમશેદપુર આવ્યો હતો. ATS પોતાના સોર્સ મારફતે છેલ્લા 4 વર્ષથી તેની વોચમાં હતી. આખરે ATSની વર્ષોની મહેનત ફળી છે. હવે એટીએસ તેની ઝીણવટપૂર્વકની તપાસ કરશે.

Next Article