VIJAYWADAમાં પ્રાચીન દુર્ગા મંદિરના ચાંદીના 3 સિંહ ચોરીને ઓગાળી દીધા, ચોર સાથે સોનીની ધરપકડ

|

Jan 24, 2021 | 5:35 PM

આંધ્રપ્રદેશના વિજયવાડામાં (VIJAYWADA) પ્રાચીન કનક દુર્ગા મંદિરમાં રથમાંથી ચાંદીના સિંહોની ચોરીના રહસ્યનો પોલીસે (POLICE) ભેદ ઉકેલ્યો છે. કુખ્યાત ચોરની પણ ધરપકડ કરી હતી.

VIJAYWADAમાં પ્રાચીન દુર્ગા મંદિરના ચાંદીના 3 સિંહ ચોરીને ઓગાળી દીધા, ચોર સાથે સોનીની ધરપકડ
Kanak Durga Temple, vijaywada

Follow us on

આંધ્રપ્રદેશના વિજયવાડામાં(VIJAYWADA) પ્રાચીન કનક દુર્ગા મંદિરમાં રથમાંથી ચાંદીના સિંહોની ચોરીના રહસ્યનો પોલીસે (POLICE) ભેદ ઉકેલ્યો છે. કુખ્યાત ચોરની પણ ધરપકડ કરી હતી.

મંદિર પ્રાચીન છે પરંતુ આ રથ લગભગ પાંચ દાયકા પહેલા બનાવવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ ચાંદીના સિંહોની ચોરી થઈ હતી. આ રથને ધાર્મિક જુલૂસો વગેરેમાં લઈ જવામાં આવે છે. આ સિવાય તે મંદિરના ઓરડામાં રહે છે. મંદિરના રથમાં સિંહની ચોરી થવાની પહેલી ખબર 16 સપ્ટેમ્બરના રોજ ખબર પડી હતી. આ માટે શ્રદ્ધાળુઓમાં  નારાજગી છવાઈ ગઈ હતી.

સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)એ આંધ્રપ્રદેશના મંદિરોને નિશાન બનાવનારની તપાસ કરી રહી છે. કનકદુર્ગિ મંદિરમાંથી ચાંદીના સિંહોની ચોરીને લઈને રાજ્યનું રાજકારણ પણ ગરમાયું હતું. હવે વિજયવાડા પોલીસને આ કેસ હલ કરવામાં સફળતા મળી છે.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

પોલીસે આ ચોરી બદલ 49 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં રહેતા આ વ્યક્તિએ આવી 20 જેટલી ઘરફોડ ચોરીઓ કરી છે. શહેર પોલીસ વડા બી શ્રીનિવાસલુએ જે સાઇબાબાને રીઢો ચોર ગણાવ્યો હતો.

સાંઈ બાબા કનક દુર્ગા મંદિરમાં રાત્રે 9 વાગ્યે સફાઇ કર્મચારીઓ દ્વારા પ્રવેશ્યો હતો. ત્યાં તેણે હથોડી-છીણીની મદદથી રથમાંથી ત્રણ ચાંદીના સિંહો બહાર કાઢી લીધા હતા. રથ પર આવા ચાર સિંહો હતા પરંતુ ચોર ત્રણને લઈ જવામાં સફળ રહ્યો. દરેક સિંહનું વજન 3 કિલો હતું. ચોરે ચાંદી ઓગાળીને તેને એક સોનીને વેચી દીધી. પોલીસે સોનીની ધરપકડ પણ કરી છે.

Next Article