
ઈન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યા કેસમાં હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જે હત્યાનો હેતુ ફરી એકવાર પલટાવી શકે છે. અગાઉ રાજાના પરિવારે દાવો કર્યો હતો કે, સોનમ તંત્ર-મંત્ર વિધિમાં માને છે અને તેને અનુસરે છે. તેથી જ તેણે રાજાની હત્યા કરી હતી. હવે પોલીસને રાજા હત્યા કેસમાં તંત્ર-મંત્ર તરફ ઈશારો કરતા કેટલાક પુરાવા પણ મળ્યા છે. વાસ્તવમાં, સોનમના મિત્રો સાથેની વાતચીત અને SIT દ્વારા મળેલા કેટલાક સંદેશા આવા પુરાવા તરફ ઈશારો કરી રહ્યા છે, જે મળ્યા પછી તાંત્રિક વિધિને કારણે રાજાની હત્યા થયાની શંકા વધુ ઘેરી બની છે.
રાજા રઘુવંશીના પિતાએ સોનમ પર પહેલાથી જ પોતાના પુત્ર રાજા પર દોરા ઘાગા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે કેવી રીતે સોનમે પરિવારને ખરાબ નજરથી બચાવવાના બહાને તેના ઘરની બહાર એક પોટલું લટકાવ્યું હતું, જે રાજાની હત્યા પછી ગાયબ થઈ ગયું હતું.
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોનમના મિત્રોને પણ એ જ આશંકા છે કે સોનમ તાંત્રિક વિધિ માટે રાજાની હત્યા કરી શકે છે. આ કિસ્સામાં, મેઘાલય પોલીસને સોનમ રઘુવંશી અને આરોપી વચ્ચેની વાતચીતના શંકાસ્પદ સંદેશા મળ્યા છે, જે તાંત્રિક વિધિ તરફ ઈશારો કરે છે.
બીજી બાજુ, સોનમ અને રાજે પણ પોલીસ સમક્ષ પોતાના સંબંધો કબૂલ કર્યા છે. સોનમે ખુલાસો કર્યો કે તેના અને રાજ કુશવાહ વચ્ચે પ્રેમ સંબંધ હતો, અને બંને જણા રાજા રઘુવંશીને તેમના જીવનમાંથી દૂર કરવા માંગતા હતા. પૂર્વ ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક વિવેક સિમે કહ્યું – રાજા રધુવંશી સોનમ અને રાજ કુશવાહ માટે કાંટા બરાબર હતો, કારણ કે સોનમ અને રાજ કુશવાહ વચ્ચે પ્રેમ સંબંધ હતો. સોનમના માતાપિતાએ તેમના સંબંધોને નકારી કાઢ્યા હતા. તેથી, તેઓ ઇચ્છતા હતા કે રાજાને પહેલા રસ્તા પરથી દૂર કરવામાં આવે. પછી બંને લગ્ન કરશે.
પોલીસે અગાઉ કહ્યું હતું કે, જ્યારે સોનમના પરિવારને રાજ સાથેના તેના સંબંધો વિશે ખબર પડી, ત્યારે તેમણે તેને સ્વીકારવાનો અને બંનેને લગ્ન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે, સોનમના પરિવારે ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી સાથે તેના લગ્ન નક્કી કર્યા, ત્યારબાદ સોનમે ધમકી આપી હતી કે તે એવું કંઈક કરશે જેની અસર બંને પરિવારો પર પડશે.
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. આવી જ ગુના સંબંધીત જાણકારી મેળવવા માટે અહિં ક્લિક કરો.
Published On - 3:47 pm, Wed, 25 June 25