AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં યુવતીની સંસ્થામાં સાથે કામ કરતા સ્ટાફની પૂછપરછ કરવામાં આવી

VADODARA : દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં યુવતીની સંસ્થામાં સાથે કામ કરતા સ્ટાફની પૂછપરછ કરવામાં આવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 10:35 PM
Share

Vadodara Rape and suicide case : આ અગાઉ પોલીસે વડોદરામાં યુવતી જ્યાં રહેતી હતી તેની આસપાસના વિસ્તારમાં અને પાડોશમાં પૂછપરછ કરી હતી.

VADODARA : નવસારીની યુવતીના દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી ત્યાં તપાસ કરવામાં આવી છે. રેલવે SP પરીક્ષિતા રાઠોડ પોતે ઓએસીસ પબ્લિકેશન હાઉસ પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. રેલવે SP પરીક્ષિતા રાઠોડે યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેના પબ્લિકેશન વિભાગના સ્ટાફની પૂછપરછ કરી હતી. મહિલા PI, PSI અને મહિલા કોન્સ્ટેબલોના સ્ટાફ સાથે રાખી પૂછપરછ કરવામાં આવી હતી.

આ અગાઉ પોલીસે વડોદરામાં યુવતી જ્યાં રહેતી હતી તેની આસપાસના વિસ્તારમાં અને પાડોશમાં પૂછપરછ કરી હતી. તેમજ સાથે આસપાસના લોકોના નિવેદન લેવામાં આવ્યાં હતા. પહેલા યુવતી સાયકલ પર જઈ રહી હતી ત્યારે આરોપીઓએ રીક્ષામાં આવી યુવતીની સાયકલને ટક્કર મારી હતી અને ત્યારબાદ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા હોવાની વિગત સામે આવી હતી.જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ યુવતીની સાયકલની શોધ કરી હતી. કારણ કે, યુવતીની સાયકલ હજી પરત ઘરે ન આવી હોવાની વાત સામે આવી હતી.

મૃતક યુવતીએ છેલ્લે વોટસએપ પર સંજીવભાઈ નામના વ્યક્તિને 03 નવેમ્બરે રાત્રે 11:31 કલાકે મેસેજ કર્યો હતો. જેમાં મૃતક યુવતીએ અજાણ્યા શખ્સથી ખતરો હોવાની વાત કરી હતી. મૃતક યુવતીઅ સંજીવભાઈને ઉદ્દેશીને લખ્યું હતું કે તેઓ મારો સતત પીછો કરી રહ્યાં છે અને મારી હત્યા કરવા માગે છે. મૃતક યુવતીએ પોતાને બચાવી લેવા માટે સંજીવભાઈને આજીજી પણ કરી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારોનું વાઘા બોર્ડરથી ભારતમાં આગમન, મોદી સરકારનો માન્યો આભાર

આ પણ વાંચો : ભરૂચના આમોદમાં ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ, 9 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">