ISKCON Bridge Accident : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે તથ્યકાંડની ઘટનાનું કરાયું રી ક્રિએશન, જગુઆર ફરીથી એ જ ગતિથી દોડાવાઇ, જુઓ Video

|

Jul 22, 2023 | 9:09 AM

ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતનું 21 જુલાઈની મોડી રાત્રે પુનરાવર્તન કરાયું. ઘટનાના રી ક્રિએશનને લઈને બંને તરફથી ઇસ્કોન બ્રિજ વાહનચાલકો માટે બંધ રાખવામાં આવ્યો હતો.

ISKCON Bridge Accident : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે તથ્યકાંડની ઘટનાનું કરાયું રી ક્રિએશન, જગુઆર ફરીથી એ જ ગતિથી દોડાવાઇ, જુઓ Video
ISKCON Bridge Accident

Follow us on

ISKCON Bridge Accident : ઈસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર બે દિવસ પહેલા મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જગુઆર ચાલક તથ્ય પટેલે (Tathya Patel) અકસ્માત સર્જી 9 લોકોના જીવ લીધા હતા. આ કેસમાં 21 જુલાઈએ કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા આ કેસ કોર્ટમાં મજબૂત પુરવાર થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Breaking News: અમદાવાદમાં ભયંકર અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતનું પુનરાવર્તન કરાયું

ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતનું 21 જુલાઈની મોડી રાત્રે પુનરાવર્તન કરાયું. ઘટનાના રી ક્રિએશનને લઈને બંને તરફથી ઇસ્કોન બ્રિજ વાહનચાલકો માટે બંધ રાખવામાં આવ્યો હતો. અકસ્માતની એ કાળી રાત્રે કાળ બનીને આવેલી જેગુઆર ફરીથી એ જ ગતિથી દોડાવાઇ હતી. પહેલા થાર ગાડીનો અકસ્માત અને ત્યારબાદ જેગુઆર કારની ટક્કર માટે બે અન્ય કારની મદદથી વૈજ્ઞાનીક ઢબે અભ્યાસ કરાયો.

Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર
Get Rid From Rat : ઉંદરોને ભગાડવા માટે જાણો લવિંગનો પ્રાકૃતિક ઉપાય
યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માથી ઉંમરમાં કેટલો મોટો છે, જાણો
ઠંડીની સિઝનમાં ગુલાબના છોડની ખાસ કાળજી રાખવા ફોલો કરો આ 6 ટિપ્સ
Knowledge : Delhi કે Mumbai, સૌથી વધુ એરપોર્ટ ક્યાં છે?
જયા કિશોરીનું સાચું નામ શું છે?

કોર્ટમાં કેસને મજબૂત રીતે પુરવાર કરવા માટે ટ્રાફિક પોલીસની કાર્યવાહી

કોર્ટમાં કેસને મજબૂત રીતે પુરવાર કરવા માટે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલિસના અધિકારીઓએ હાજર રહીને ઘટનાની વીડિયોગ્રાફી પણ કરાવી હતી. તો તથ્યની એક વીડિયોમાં દલીલ છે કે ટોળું દેખાયું નહીં, એ દિશામાં પણ પોલિસ દ્વારા પુરાવાઓ ભેગા કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આરોપી તથ્ય તરફથી કોર્ટમાં થનારી દલીલોમાં ટેકનિકલ કારણો ઉભા કરવામાં આવે તો એ સામે પોલીસની સંપૂર્ણ તૈયારી છે.

તથ્યની જેગુઆર કારની ગતિ અને તેને લગતા તમામ પાસાઓનો અભ્યાસ કરાયો

આ ઉપરાંત થાર ગાડીના અકસ્માત અને તથ્યની કાર દ્વારા થયેલા અકસ્માત વચ્ચેના સમયનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. તથ્યની જેગુઆર કારની ગતિ અને તેને લગતા તમામ પાસાઓનો પણ અભ્યાસ કરાયો. તથ્યની કાર કેવી રીતે કાળ બનીને આવી જ્યારે અકસ્માત સર્જાયો અને 9 લોકોએ જીવ ગુમાવ્યો. ત્યારે આ કેસમાં પોલીસ કોઈ કચાસ છોડવા માંગતી નથી તેમજ આ અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારને ઝડપી ન્યાય મળે તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:18 am, Sat, 22 July 23

Next Article