અમદાવાદ પોલીસે બાંગ્લાદેશના રેમડેસિવિરની કાળા બજારી કરતા વ્યક્તિની કરી ધરપકડ

|

May 02, 2021 | 4:29 PM

કોરોનાના આ કપરાકાળમાં પણ લેભાગુ લોકો તકની શોધમાં હોય છે. હાલમાં જ્યારે ઓક્સિજન અને રેમડેસિવિરની માંગ વધી રહી છે તેવામાં રાજ્યભરમાંથી એક બાદ એક રેમડેસીવીરના કાળા બજારનો પર્દાફાશ થઈ રહ્યો છે.

અમદાવાદ પોલીસે બાંગ્લાદેશના રેમડેસિવિરની કાળા બજારી કરતા વ્યક્તિની કરી ધરપકડ
ફાઇલ ફોટો

Follow us on

કોરોનાના આ કપરાકાળમાં પણ લેભાગુ લોકો તકની શોધમાં હોય છે. હાલમાં જ્યારે ઓક્સિજન અને રેમડેસિવિરની માંગ વધી રહી છે તેવામાં રાજ્યભરમાંથી એક બાદ એક રેમડેસીવીરના કાળા બજારનો પર્દાફાશ થઈ રહ્યો છે.

 

હવે અમદાવાદ શહેરના ઝોન 2 ડીસીપીની સ્કવોડે ચાંદખેડા તપોવન સર્કલ પાસેથી 58 રેમડેસિવિર ઈન્જેક્શન સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ઈંજેક્શન બાંગ્લાદેશના હોવાનું સામે આવ્યુ છે તેવામાં બાંગ્લાદેશના રેમડેસીવીર ઈન્જેક્શન અમદાવાદ સુધી કેવી રીતે આવ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

 

ચાંદખેડા તપોવન સર્કલ પાસે એક શખ્સ બાંગ્લાદેશના રેમડેસીવીર ઈન્જેક્શન બ્લેકમાં વેચાણ કરવાનો હોવાની માહિતી ઝોન 2 ડીસીપી વિજય પટેલની સ્કવોડને મળી હતી. બાતમીના આધારે પોલીસે ચાંદખેડાના આશ્રય સિરિનમાં રહેતા રાહુલ પટેલની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે 58 નંગ બાંગ્લાદેશના રેમડેસીવીર ઈન્જેક્શન કબ્જે કર્યા હતા.

 

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે ઈન્જેક્શન પર પ્રતિબંધ હોવા છતાં બ્લેકમાં વેચાણ કરાતા હતા. આરોપીઓ બાંગ્લાદેશના રેમડેસીવીર ઈન્જેક્શનનું 5 હજારમાં વેચાણ કરતા હતા. આ બાંગ્લાદેશના રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો આરોપી તેના મિત્ર રાહુલ ઝવેરી પાસેથી લાવ્યો હતો.

 

ધરપકડ કરેલા આરોપી પાસેથી 2.90 લાખના 58 નંગ ઈન્જેક્શન સહિત 3.64 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે પાલડીના વોન્ટેડ શખ્સની શોધખોળ હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ કે તે ગઈકાલે જ આ જથ્થો લાવ્યો હતો.

 

ત્યાં ઝોન 2 ડીસીપીની સ્કવૉડે આરોપીને ઝડપી પાડી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી, આરોપીને ચાંદખેડા પોલીસના હવાલે કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે વોન્ટેડ આરોપી રાહુલ ઝવેરી ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતા તપાસનો રેલો કંપનીના કર્મચારીઓ સુધી પણ લંબાવાશે.

 

તાજેતરમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ક્રાઈમ બ્રાંચ અને મોરબી પોલીસે નકલી રેમડેસિવિરના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેવામાં બાંગ્લાદેશની રેમેડેસિવિર અમદાવાદ સુધી કેવી રીતે પહોંચી અને તેની પાછળ કોણ કોણ સંડોવાયેલુ છે. તેની તપાસ હાથ ધરી છે. જોકે ફરાર આરોપી રાહુલ ઝવેરીની ધરપકડ બાદ તમામ કડીઓ સામે આવશે.

 

કોરોનાની આવી કપરી પરિસ્થિતીમાં પણ લોકો કમાવાની તક શોધી રહ્યા છે અને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. ઓક્સિમીટર, દવાઓ, ઓક્સિજન, ફળો વગેરે દરેક વસ્તુની કાળાબજારી સામે આવી રહી છે તેવામાં પોલીસ હવે આવા તકવાદી લોકોને ઝડપી લેવા કવાયત તેજ કરી રહી છે.

 

આ પણ વાંચો: મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

Next Article