RAJKOT : વ્યાજખોરીના ત્રાસમાં સોની વેપારીએ જીવન ટુંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં 8 વ્યાજખોરોનો ઉલ્લેખ

|

Sep 21, 2021 | 12:34 PM

આ મામલે પોલીસે ઘટના સ્થળે ગઈ ત્યારે તેની પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી.તેમાં આઠ જેટલા વ્યાજખોરના નામ હતા.રમેશભાઈએ સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે મારા મૃતદેહને મારી દીકરી કાવેરી જ અગ્નિદાહ આપે તે મારા દીકરા કરતા વિશેષ છે.

રાજકોટ શહેરમાં એક સોની વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં 12 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતકે જણાવ્યું હતું કે જે મહિલાએ તેની પત્નીનું કન્યાદાન આપ્યું તેણે જ રૂ.75 લાખ તો ન આપ્યા સાથોસાથ અને રૂ.37 લાખ માંગ્યા હતા. આ ઉપરાંત તેણે લખ્યું હતું કે,શોભનાબાને કારણે પત્નીથી પણ અલગ થવું પડ્યું’. જેને અનુસંધાને બે મહિલા સહિત 8 વ્યાજખોરના નામ આપ્યા છે.આ અંગે હાલ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે આપઘાતની ફરજ પરનો ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.

આ મામલે પોલીસે ઘટના સ્થળે ગઈ ત્યારે તેની પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી.તેમાં આઠ જેટલા વ્યાજખોરના નામ હતા.રમેશભાઈએ સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે મારા મૃતદેહને મારી દીકરી કાવેરી જ અગ્નિદાહ આપે તે મારા દીકરા કરતા વિશેષ છે. મારો ફ્લેટ મારી દીકરી કાવેરીનાં નામે કરૂં છું. હું જ્યાં ફ્લેટમાં રહું છું, તે મારા પોતાના નામે સ્વતંત્ર છે, જે હું મારી દીકરી કાવેરીના નામે વસિયતનામું કરૂં છું, જેથી ફ્લેટ બાબતે કોઈએ માથાકૂટ કરવી નહીં, તેમજ ફ્લેટ પર લોન નથી અને સ્વતંત્ર છે.

હાલ તો પોલીસે આ મામલે છણાવટ આરંભી છે. અને, પોલીસની તપાસમાં આ આપઘાત કેસમાં નવું શું સામે આવે છે તેના પર સૌ-કોઇની નજર મંડરાયેલી છે.

Next Video