Gujarat Video: પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે હાઈકોર્ટમાં પિટિશન, ચૂંટણી વખતે તમામ માહિતી જાહેર ન કરી હોવાનો આક્ષેપ
પ્રાથમિક વિગતો અનુસાર માહિતી છુપાવવા માટે ચૂંટણી જીતવા બદલ લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે. અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઇકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઇસ્યૂ કરી છે.
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે અને ચૂંટણી વખતે કિરીટ પટેલે તમામ વિગતો જાહેર કર્યા સિવાય ચૂંટણી લડ્યા હોવાનો તેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઈકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઈસ્યૂ કરી છે.
કિરીટ પટેલે FIRની વિગતો ચૂંટણી દરમિયાન જાહેર ન કરી હોવાની હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે. કિરીટ પટેલ સામે એવા ગુના છે જેમાં તેમને બે વર્ષથી વધુની સજાની સુનાવણી પણ થઈ શકે છે.
16 જૂનના રોજ હાથ ધરાશે સુનાવણી
પ્રાથમિક વિગતો અનુસાર માહિતી છુપાવવા માટે ચૂંટણી જીતવા બદલ લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે. અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઈકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઈસ્યૂ કરી છે. આ અંગે 16 જૂનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. માહિતી છુપાવીને ચૂંટણી જીતવા બદલ લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarati Video: ઇમ્પેક્ટ ફીના વટહુકમને હાઇકોર્ટમાં પડકાર, 16 જૂને થશે સુનાવણી, જુઓ Video
વર્ષ 2022ની ચૂંટણી દરમિયાન પણ કિરીટ પટેલ સામે નોંધાઈ હતી ફરિયાદ
પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી. તેમણે રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમય સભા કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…