RAJKOT : સ્ટેટ GST વિભાગના ત્રણ કમર્ચારી 3.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:19 AM

વેપારી જ્યારે ભંગારની હેરફેર કરી રહ્યો હતો ત્યારે તેના બે ટ્રક રોકીને બિલ વગરનો માલ હોવાની ધમકી આપીને કાર્યવાહી કરવાનો ડર બતાવ્યો હતો

RAJKOT : રાજકોટમાં સ્ટેટ GST વિભાગના બે અને એક નિવૃત કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે.લાંચિયા અધિકારીઓએ ભંગારના વેપારી પાસે 3.50 લાખની લાંચ માગી હતી. આ લાંચિયા અધિકારીઓએ આ વેપારી જ્યારે ભંગારની હેરફેર કરી રહ્યો હતો ત્યારે તેના બે ટ્રક રોકીને બિલ વગરનો માલ હોવાની ધમકી આપીને કાર્યવાહી કરવાનો ડર બતાવ્યો હતો.જોકે કાર્યવાહી ન કરવા માટે આરોપીઓએ સાડા ત્રણ લાખની લાંચ માગી હતી. ફરિયાદી આ રકમ આપવા ન ઇચ્છતા તેણે ACBમાં ફરિયાદ કરી હતી.જેના આધારે લાંચ રૂશ્વત વિરોધી શાખાએ છટકુ ગોઠવીને સ્ટેટ GST વિભાગના ત્રણેય કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : JAMNAGAR : રખડતા ઢોરે હુમલો કરતા યુવતી ઈજાગ્રસ્ત, જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ

આ પણ વાંચો : AHMEDABAD :મણીનગરના ગોલ્ડન સિનિયર સિટીઝન ફ્રેન્ડ ગ્રુપની અનોખી પહેલ, કોરોના મૃતકોની સ્વજનો દ્વારા સમૂહમાં તર્પણવિધિ કરાવાઈ

g clip-path="url(#clip0_868_265)">