Raj Kundra Case: રાજ કુંદ્રાની વધી મુશ્કેલીઓ, મુંબઈ પોલીસે દાખલ કરી 1500 પાનાની ચાર્જશીટ

|

Sep 16, 2021 | 1:35 PM

મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે પોતાની ચાર્જશીટમાં રાજ કુન્દ્રા ઉપરાંત બે વધુ નામો સામેલ કર્યા છે

Raj Kundra Case: રાજ કુંદ્રાની વધી મુશ્કેલીઓ, મુંબઈ પોલીસે દાખલ કરી 1500 પાનાની ચાર્જશીટ
Raj Kundra case

Follow us on

Raj Kundra Case: રાજ કુંદ્રા કેસ: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધવાની છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સામે ચાર્જશીટ દાખલ કરી છે. સમાચાર અનુસાર, મુંબઈ પોલીસે રાજ વિરુદ્ધ અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા રજૂ કરવાના કેસમાં આ ચાર્જશીટ દાખલ કરી છે.

જુલાઈમાં પોલીસે રાજ કુંદ્રાની આ આરોપોમાં ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર શિલ્પા શેટ્ટી, શર્લિન ચોપરા 43 સાક્ષીઓમાં સામેલ હતા, જેમના નિવેદન 1,500 પાનાની પૂરક ચાર્જશીટમાં નોંધવામાં આવ્યા હતા. જેને ઉદ્યોગપતિ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સામે પોર્નોગ્રાફી કેસના સંદર્ભમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રાજ સામે 1500 પાનાની ચાર્જશીટ દાખલ
તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રા વિરુદ્ધ મુંબઈની ક્રાઈમ બ્રાંચની ટીમે દાખલ કરેલી ચાર્જશીટ 1500 પેજની છે. રાજ લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે. રાજની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અશ્લીલ ફિલ્મો બનાવવાના મામલે અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી છે, જેમણે રાજ પર ઘણા આક્ષેપો પણ કર્યા છે.

રાજ સામે દરોડા પાડ્યા
એટલું જ નહીં, અશ્લીલ ફિલ્મો બનાવતા રેકેટ અને તેના માસ્ટર માઇન્ડને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતત રોકાયેલી છે, આ કારણોસર પોલીસે ઘણા સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ કુન્દ્રાની ઓફિસમાં અંધેરી (પશ્ચિમ) પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ફિલ્મો સ્ટોર કરવાના ડિવાઈસિસ અને અશ્લીલ ફિલ્મો સંબંધિત ક્લિપ્સ પણ પોલીસે જપ્ત કરી છે.

આટલા નામ છે ચાર્જશીટમા સામેલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે પોતાની ચાર્જશીટમાં રાજ કુન્દ્રા ઉપરાંત બે વધુ નામો સામેલ કર્યા છે. રાજ સિવાય, એક નામ યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવનું છે, જે અહેવાલો અનુસાર સિંગાપોરમાં રહે છે અને આગળનું નામ રાજ કુન્દ્રાના સાળા પ્રદીપ બક્ષીનું છે, પ્રદીપ હાલમાં લંડનમાં રહે છે.

આ પણ વાંચો: KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, પહેલા પણ કમ્પેનીયન તરીકે જોવા મળી હતી

આ પણ વાંચો: Gujarat Cabinet Resuffle : નીમાબેન આચાર્યને બનાવાશે કાર્યકારી અધ્યક્ષ

Next Article