Ragging is Crime: વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવી, જાણો શું છે રેગિંગ વિરોધી કાયદો અને તેનો ઇતિહાસ ?

|

Jul 25, 2021 | 2:25 PM

વિદ્યાર્થીઓના પરિચયથી શરૂ થતી રેગિંગએ 90ના દાયકામાં ભારતમાં પણ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. જો આંકડાઓનું માનવમાં આવે તો 1997માં તામિલનાડુમાં સૌથી વધુ રેગિંગના મામલાઓ સામે આવ્યા હતા.

Ragging is Crime: વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવી, જાણો શું છે રેગિંગ વિરોધી કાયદો અને તેનો ઇતિહાસ ?
Ragging is Crime

Follow us on

Ragging Is Crime: રેગિંગ શબ્દથી લગભગ બધા જ પરિચિત છે. આ શબ્દ ભલે નાનો હોય પરંતુ તેની વાસ્તવિક્તા એટલી જ ગંભીર અને ખતરનાક છે. સ્કૂલ, કોલેજમાં નવા દાખલ થતાં વિદ્યાર્થીઓનો પરિચય લેવાને બહાને કોઈને કોઈ વાતથી પરેશાન કરવું એટલે કે તેની રેગિંગ કરવી એ હવે કાનૂની અપરાધ ગણાય છે. આમ કરવાથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

વડોદરા શહેર (Vadodara) ની ગોત્રી GMERS હોસ્પિટલમાં 60 વિદ્યાર્થીઓનું રેગિંગ થયાની ઘટના સામે આવી છે (Vadodara GMERS Ragging). મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 60 વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું છે. 25/07/2021ની વહેલી સવારે 4 કલાકે આ 60 વિદ્યાર્થીઓને એક લાઈનમાં ઉભા રાખી 100 ઉઠક-બેઠક કરાવી, જે દરમિયાન 3 વિદ્યાર્થીને ઉલટીઓ થવા લાગી.આ વિદ્યાર્થીઓની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માનવમાં આવે છે કે 7મી અને 8મી સદીમાં રેગિંગીની શરૂઆત રમત-ગમતના સમુદાયો વચ્ચે ગ્રીસમાં થઈ હતી. પરંતુ તેનો ઉપયોગ એક બીજાને ખેલમાં પ્રોત્સાહિત કરવાનો હતો. પછી ધીમે ધીમે તે લશ્કરના સૈનિકોમાં આવ્યું અને બાદમાં સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થયું અને ગંભીર રૂપ ધારણ કર્યું.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

આપને જણાવી દઈએ કે રેગિંગને કારણે વિશ્વમાં પ્રથમ મૃત્યુ થયું હોય તો તે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં થયું હતું, ત્યાંની કોરનેલ યુનિવર્સિટીની ઇમારતથી છત પરથી પડી જવાથી એક વિદ્યાર્થીનું મોત થયું હતું.

ભારતમાં રેગિંગ: ભારતની આઝાદીના સમય પહેલા અહી રેગિંગે પગ પેસારો કરી દીધો હતો. સૌથી પહેલા અંગ્રેજી માધ્યમોના સંસ્થાનોમાં રેગિંગનું ચલણ શરૂ થયું હતું. પરંતુ તે માત્ર નવા વિદ્યાર્થીઓના પરિચય પૂરતું સીમિત હતું અને પછી સમય જતાં વિદ્યાર્થીઓ એક બીજા સાથે હળી-મળી જતાં હતા.

વિદ્યાર્થીઓના પરિચયથી શરૂ થતી રેગિંગએ 90ના દાયકામાં ભારતમાં પણ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. જો આંકડાઓનું માનવમાં આવે તો 1997માં તામિલનાડુમાં સૌથી વધુ રેગિંગના મામલાઓ સામે આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2001માં સુપ્રીમ કોર્ટે રેગિંગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો

Anti Ragging Law અંતર્ગત જો કોઈ વ્યક્તિ પર ગુનો સાબિત થાય તો તેને ત્રણ વર્ષની સખત કેદ અને દંડ પણ થઈ શકે છે સાથે સાથે IPC અંતર્ગત પણ કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં કોઈ પણ કાર્યવાહી ન કરવા બદલ અથવા તો રેગિંગની ઘટનાને નજર અંદાજ કરવા બદલ શૈક્ષણિક સંસ્થાઓને પણ સજા થઈ શકે છે.

અથવા તો આર્થિક દંડ થઈ શકે છે. કોલેજોમાં રેગિંગના વધતાં જતાં ભયાનાક કિસ્સાઓમાં UGCએ વિદ્યાર્થીઓના વ્યવહારને લઈને ઘણા સખત નિયામો બનાવ્યા છે. અને તેની અમલવારી ન થાય તો આકરી સજાઓની પણ જોગવાઇઓ કરી છે.

કઈ હરકતોને રેગિંગ ગણી શકાય ?
વિદ્યાર્થીના કુદરતી રંગ-રૂપ અથવા તો તેના પહેરવેશને લઈને તેના સ્વાભિમાનને ઠેંસ પહોચે તેવા વ્યવહાર કરવાને
કોઈ પણ વિદ્યાર્થીને તેના જન્મ સ્થળ, ભાષા કે તેના ધર્મ-જાતિને લઈને અપમાનિત કરવાને રેગિંગ કહેવાશે

વિદ્યાર્થીના ફેમિલી બેકગ્રાઉંડ પર ટિપ્પણી કરવી તેને પણ રેગિંગની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવશે
વિદ્યાર્થીની ઈચ્છા વિરુદ્ધ તેને પસંદ ન હોવા છતાં પણ કોઈ કામ કરવાનું દબાણ કરવું કે તે કરવા ફરજ પાડવી તે પણ રેગિંગ ગણાશે.

આ પણ વાંચો: VADODARA : ગોત્રી GMERS હોસ્પિટલમાં 60 વિદ્યાર્થીઓનું રેગિંગ, 100 ઉઠક-બેઠક કરાવતા 3 વિદ્યાર્થીઓને ઉલટીઓ થઇ

આ પણ વાંચો: કર્મચારીના મૃત્યુ પછી પણ પરિવાર PENSION મેળવવા હકદાર છે, જાણો શું છે EPFO ના નિયમો

Next Article