તાલિબાનના સમર્થનમાં લખી સોશિયલ મીડિયા પર પોસ્ટ, પોલીસે કરી 14 લોકોની ધરપકડ

TV9 GUJARATI

|

Updated on: Aug 21, 2021 | 2:45 PM

તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ લખવા બદલ આસામના વિવિધ વિસ્તારોમાંથી 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તાલિબાનના સમર્થનમાં લખી સોશિયલ મીડિયા પર પોસ્ટ, પોલીસે કરી 14 લોકોની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

તાલિબાનના (Taliban) સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ લખવા બદલ આસામના વિવિધ વિસ્તારોમાંથી 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવાર રાતથી ધરપકડ શરૂ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, આઇટી અધિનિયમ અને CrPC ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વિશેષ ડીજીપી જીપી સિંહે કહ્યું કે, આસામ પોલીસે તાલિબાન પ્રવૃત્તિઓના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ માટે 14 લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, આ બધાએ દેશના કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. આસામ પોલીસે લોકોને શિક્ષાત્મક કાર્યવાહી ટાળવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ વગેરેમાં સાવચેત રહેવાની સલાહ આપી છે.

આસામ પોલીસની નજર ઉશ્કેરણીજનક પોસ્ટ પર છે

અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ સતર્ક છે અને ઉશ્કેરણીજનક પોસ્ટ માટે સોશિયલ મીડિયા પર કડક નજર રાખી રહી છે. કામરૂપ મેટ્રોપોલિટન, બારપેટા, ધુબરી અને કરીમગંજ જિલ્લામાંથી બે -બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, દારંગ, કાચર, હૈલાકાંડી, દક્ષિણ સલમારા, ગોલપરા અને હોજાય જિલ્લામાંથી એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ વાયોલેટ બરુઆએ કહ્યું કે, આસામ પોલીસ સોશિયલ મીડિયા પર તાલિબાન તરફી ટિપ્પણીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. કારણ કે, આ પ્રકારની સામગ્રી તે રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી પાકિસ્તાન ખુશ

મહત્વનું છે કે, કાબુલ સહિત અફઘાનિસ્તાનના ઘણા ભાગો તાલિબાનના કબજામાં છે. તાલિબાન પછી, જો કોઈ આનાથી સૌથી વધુ ખુશ છે, તો તે પાકિસ્તાન છે. તેનું કારણ એ છે કે, હવે તેઓ અફઘાનિસ્તાન પર એક નાપાક પ્રભાવ સ્થાપિત કરી શકે છે. એટલે જ ઈમરાન ખાને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સરખામણી ગુલામીની સાંકળો તોડવા સાથે કરી હતી.

ચીન અને પાકિસ્તાન ભારત સામે તાલિબાનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. અફઘાનિસ્તાનમાં ભારતના વિકાસ પ્રોજેક્ટમાં અવરોધ ઉભો કરવો અને કાશ્મીરના નામે ચલાવવામાં આવી રહેલા પ્રોક્સી વોરનો ભાગ બનવું. અમેરિકન સૈનિકો પાછી ખેંચાયા બાદ અફઘાનિસ્તાન હવે ચીન-પાકિસ્તાન માટે ખુલ્લું મેદાન છે. જ્યાં તે મુક્તપણે રમી શકે છે, તેથી ભારત પણ આ ત્રિપુટીના સંકલન પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો: Devendra jhajharia પેરાલિમ્પિકમાં ભારતના સૌથી મોટા દાવેદાર, પિતા માટે ત્રીજું ગોલ્ડ મેડલ જીતવા માંગે છે

આ પણ વાંચો: Rakshabandhan 2021: જાણો રક્ષાબંધનનું શુભ મુહૂર્ત, આ વર્ષે બની રહ્યા છે વિશેષ યોગ, જાણો કઈ રીતે કરશો ઉજવણી

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati