BOTAD : ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ પૂજારી અને પાર્ષદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ, શારીરિક સંબંધ બાંધવા મહિલાને બ્લેકમેલ કરી
મહિલાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે કે ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ પૂજારી અને પાર્ષદ સંજય ભગતે આ મહિલાને બીભત્સ ફોટો બતાવી શારીરિક સંબંધ બાંધવા બ્લેકમેલ (blackmailing) કરી હતી.
BOTAD: ગઢડા (Gadhada) માં ગોપીનાથજી મંદિર (Gopinathji temple)ના આચાર્ય પક્ષના પૂર્વ પૂજારી અને પાર્ષદ સંજય ભગત (Sanjay Bhagat) વિરુદ્ધ બ્લેક મેઈલ કરવાની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. એક મહિલાએ સંજય ભગત અને મિલન નામના એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે કે ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ પૂજારી અને પાર્ષદ સંજય ભગતે આ મહિલાને બીભત્સ ફોટો બતાવી શારીરિક સંબંધ બાંધવા બ્લેકમેલ (blackmailing) કરી હતી. સંજય ભગતે વારંવાર મહિલાને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા આખરે મહિલાએ સંજય ભગત અને મિલન નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (police complaint) કરી છે.
Latest Videos